રાપરના ભુટકિયાના સીમમાં ઊંટને વીજ શોક લાગતાં મોત

રાપર ખાતે આવેલ ભુટકિયા ગામના સીમ વિસ્તારમાં ઊંટને વીજ શોક લાગતાં મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ રાપર તાલુકાનાં મૌવાણામાં રહેનારા હમીર વેલા રબારી પોતાનો ઊંટ લઈને ભુટકિયાના સીમમાં ચરાવવા ગયેલ હતા, જ્યાં વીજતંત્રના વીજ પોલના વાયર નીચા હોવાના કારણે માદા ઊંટ પસાર થતા તેને વીજ શોક ભરખી ગયો હતો. આ બનાવમાં આ અબોલ જીવનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે મથકે નોંધ કરાવતા પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.