ઓનલાઇન નાણાકીય છેતરપીંડીના બનાવમાં ભોગ બનનારને ખાતામાંથી ગયેલ નાણા પૈકી કુલ 22.54 લાખ અરજદારોને પરત અપાવતી સાયબર ક્રાઇમ સેલ પશ્ચિમ કચ્છ ભુજ

“ઓનલાઇન નાણાકીય છેતરપીંડીના બનાવમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા માહે ૦૭/૨૦૨૫ માં નાણાકીય છેતરપીંડીનો ભોગ બનેલા કુલ પર અરજદારોના ખાતામાંથી ગયેલ નાણા પૈકી કુલ્લે રૂ.૨૨,૫૪,૨૧૨/- અરજદારોના બેન્ક ખાતામાં પરત અપાવતી સાયબર ક્રાઇમ સેલ (એલ.સી.બી.) પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા સાયબર ક્રાઇમના ગુન્હા અટકાવવા તથા શોધવા અને સાયબર ક્રાઈમનો ભોગ બનનારને રૂપીયા પરત અપાવવા માટે સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને,

શ્રી એચ.આર.જેઠી સાહેબ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર અને નોડલ અધિકારી સાયબર સેલ (એલ.સી.બી.) પશ્ચિમ કચ્છ-ભુજનાઓના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલના કર્મચારીઓ દ્વારા લોન-લોટરી ફ્રોડ, અનઓથોરાઇઝેડ ટ્રાન્ઝેકશન ફ્રોડ, જોબ ફ્રોડ, શોપીંગ ફોડ, આર્મીના નામે OLX/ફેસબુક એડમાંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર કાઇમના બનાવોમાં પશ્ચિમ – કચ્છ ભુજ સાયબર સેલ (એલ.સી.બી.) હંમેશા ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાય છે.

ઓનલાઇન નાણાકીય છેતરપિંડિનો ભોગ બનનાર અરજદારો દ્વારા સાયબર સેલ(એલ.સી.બી.) ભુજ તથા સાયબર ક્રાઇમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર કોલ કરી કમ્પલેન કરેલ હતી જે કમ્પલેનમાં અરજદારશ્રીઓના ફ્રોડમાં ગયેલ રૂપિયા અલગ અલગ બેંકમાં ફ્રીઝ કરવામાં આવેલ હતા. જે રૂપિયા અરજદારોના ખાતામાં પરત મેળવવા માટે સાયબર સેલ(એલ.સી.બી.) દ્વારા અરજદારશ્રીઓને કોર્ટમાં અરજી કરાવી ઝડપથી કાયદાકીય કાર્યવાહી કરી અરજદારશ્રીઓના ખાતામાંથી ગયેલ નાણા પૈકી કુલ્લે રૂ.૨૨,૫૪,૨૧૨/- ના કોર્ટ ઓર્ડર મેળવી અરજદારશ્રીઓના બેન્ક ખાતામાં પરત અપાવી નોંધનીય કાર્યવાહી કરવામાં આવેલ છે.

સાયબર ક્રાઈમથી બચવા માટેના સૂચનો

तमने SMS/Whatsapp/Email ७१२। भोलायेली लिङ ४वी के RTO Challan.apk / RTO Challan250.apk આવી APK File તથા અજાણી કોઇ પણ લિંક પર ક્લીક કરવું નહી. આ ફ્રોડથી બચવા માટે ગુગલ પ્લેસ્ટોરમાં જઈને ગુગલ પ્લે પ્રોટેક્ટ ઓન રાખવું તથા આપના મોબાઈલમાં કવચ ૨.૦ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવી જે આવી Malicious file ને સ્કેન કરીને તમારા મોબાઇલમાં ઇન્સ્ટોલ થવા દેશે નહી.

ડિજિટલ અરેસ્ટના ગુન્હાઓમાં सायबर गुन्हेगारो नाटी Police/ED/CBI/TRAI/NCB અધિકારી બનીને વિડીઓ કોલ મારફતે નાગરિકોને ધમકાવે છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી થશે તેમ કહીને ડરાવે છે.આવા કેસોમાં સીનીયર સિટીઝનો વધુ ભોગ બની રહ્યા છે.

ડિજીટલ અરેસ્ટની મોડસ ઓપરેન્ડી (M.O.)

ED/CBI/TRAI/NCB/Police બનીને ફોન દ્વારા તમારા વિરુદ્ધ કેસમાં તમારી ધરપકડ થશે તેમ કહીને ડરાવે ১.

આ માટે તેઓ બનાવટી દસ્તાવેજો તૈયાર કરી જે-તે નાગરિકના અસલ દસ્તાવેજો જેવા કે, પાનકાર્ડ, આધારકાર્ડ વગેરે પણ સામેલ રાખે છે. જેથી સામાન્ય નાગરિક તેની ઉપર વિશ્વાસ કરીને ચકાસ્યા વગર સાયબર ગુનેગારોની જાળમાં ફસાઇ જાય છે.

સાયબર ગુનેગારો Money Laundering ના કેસમાં ફસાવવાની ધમકી આપે છે.

DOTના અધિકારી બનીને તમારુ સીમ કાર્ડ અસામાજીક પ્રવૃતિ માટે વપરાયેલ છે જેથી તમને અરેસ્ટ કરવામાં આવશે તેમ કહી ડરાવે છે.

સાયબર ગુનેગારો એક રીઝર્વ બેંક ખાતામાં તમારા તમામ પૈસા ટ્રાન્સફર કરવા જણાવે છે. તપાસ પૂરી થયા બાદ જો નિર્દોષ સાબિત થાય તો આ તમામ પૈસા તમારા ખાતામાં પરત મળી જશે. તેવી ખાતરી આપે છે.

નાગરીકોએ ડિજીટલ અરેસ્ટ કરવા માટે આવો કોઈ કોલ આવે તો શું કરવું જોઈએ ?

આવો કોઈ કોલ આવે તો ડર રાખ્યા વગર તમારા પરિવારને, નજીકનાં પોલીસ સ્ટેશનમાં અને સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરીને જાણ કરવી જોઈએ.

સાચી પોલીસ ક્યારેય વીડિઓ કોલ કરતી નથી, કે ફોન દ્વારા અરેસ્ટ કરવાની ધમકી આપતી નથી. સાયબર ગુનેગારો દ્વારા આપેલ કોઈ બેંક ખાતામાં પોતાના નાણાં જમા કરાવવા જોઈએ નહીં Police/ED/CB/TRAI/NCB કયારેય પણ આવું કરવા જણાવતી નથી.

  • “Google/Facebook” ઉપરથી મેળવેલ કોઇ પણ કસ્ટમર કેરના નંબર ઉપર ભરોશો કરવો નહી

ટૂંકા સમયગાળા માટે લોન આપવાનું જણાવતી ઈન્સટન્ટ લોન એપ ડાઉનલોડ કરવાનું ટાળો.

ભોગબનનારે કરવાની કાર્યવાહી

  • તમો ઓનલાઇન ફોડનો ભોગ બનો તરત જ સાયબર ક્રાઇમ ફેલ્પલાઈન નંબર – ૧૯૩૦ પર કોલ કરવો તેમજ નજીકના પોલીસ સ્ટેશન/સાયબર સેલ શાખાનો સંપર્ક કરવો અને તમારા ફ્રોડ થયેલ બેંક ખાતાની સંપર્ણ વિગતો આપવી

“સાયબર ક્રાઈમથી બચવા માટે સાવચેતી એ જ સલામતી”