“પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી યુવાનને હનીટ્રેપમાં ફસાવી રૂપીયાની માંગ કરનાર બે આરોપીઓ ઝડપાયા


માંડવી પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર – ૩૨૪/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૮(૭), ૨૦૪, ૩૫૧(૧), ૨૯૬(બી), ૧૧૫(૧), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ અને આ કામેના ફરીયાદીશ્રીને આ કામેના આરોપીએ એક મહિલા સાથે માંડવી થી ભુજ રોડ ઉપર પેટ્રોલપંપની પાછળ આવેલ ખંડેર જેવા મકાનમાં લઇ ગયેલ ત્યારે આ કામેના આરોપીઓ (૧) શક્તીસિંહ ભરતસિંહ જાડેજા તથા (૨) એક અજાણ્યો ઇસમ એક્ટીવાથી ફરીયાદીશ્રી પાસે આવી ફરીયાદીશ્રીને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી આરોપીના મોબાઇલ ફોનમાં ફરીયાદીનો મહિલા સાથેનો વીડિયો ઉતરાવી ફરીયાદીને ગાળો આપી બાવળના ધોકાથી માર મારી મુંઢ ઇજા પહોંચાડી ફરીયાદીને દશ વર્ષ સુધી જેલમાં રહીશ તેવા કેશમાં ફીટ કરી દેવાની તથા ફરીયાદીને ગુનાહિત ધમકી આપી ફરીયાદી પાસેથી અલગ અલગ સમયે કુલ્લે રૂ.૬૫,૦૦૦/- બળજબરીથી કઢાવી લઇ ગુનો કરેલ.
જેથી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ-કચ્છ, ભુજનાઓએ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે સુચના આપેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી તથા લીલાભાઇ દેસાઇનાઓ ઉપરોક્ત ગુનાના આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન હ્યુમન સોર્સીસ આધારે મુળરાજભાઇ ગઢવી તથા લીલાભાઇ દેસાઇનાઓને સયુક્ત રીતે ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે આરોપી શકિતસિંહ ભરતસિંહ જાડેજા ત્રગડી ગામ ખાતે મળી આવતા મજકુર આરોપીને માંડવી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુન્હા કામે પુછપરછ કરતા જણાવેલ કે, પોતે તથા તેની સાથે રીયાઝ ઉર્ફે હઠી સુમરા રહે. ઢીંઢ તા.માંડવી તથા મુન્નાફ રફીક સુમરા રહે. બાગ તા.માંડવી તથા એક મહિલા તેઓની સાથે મળી ઉપરોક્ત ગુનો કરેલ હોવાનુ જણાવેલ બાદ હ્યુમન સોર્સીસ આધારે માહિતી મેળવી તપાસ કરતા આરોપી રીયાઝ ઉર્ફે હઠી સુમરા રહે. ઢીંઢ તા.માંડવી વાળો સલાયા પાસેથી મળી આવેલ જેથી બન્ને આરોપીઓને ઉપરોક્ત ગુના કામે હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીઓ
- શકિતસિંહ ભરતસિંહ જાડેજા ઉ.વ. ૩૧ રહે. ગામ ત્રગડી તા.માંડવી
રીયાઝ ઉર્ફે હઠી સુમરા ઉ.વ. ૨૯ રહે. ઢીંઢ તા.માંડવી