રાપરના ગાગોદર નજીક ટ્રેઈલર અને બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં યુવાનનું મોત

copy image

રાપર તાલુકાનાં ગાગોદર નજીક ટ્રેઈલર અને બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં યુવાનનું મોત થયું છે. આ ગોઝારા બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 26/7ના સવારના સમયે કાનમેરમાં રહેનાર આંબા ધના ચૌહાણ નામનો યુવાન બાઈક પર ગાગોદર તરફ કામ પર ગયે હતો. જ્યાથી કામ પતાવી અને પરત ઘરે આવી રહ્યો હતો તે સમયે આગળ જતાં ટ્રેઇલર સાથે તેનું બાઈક અથડાતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.