આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ (AESL) દ્વારા એન્થે ના 16 વૈભવી વર્ષોની ઉજવણી સાથે એન્થે 2025 લોન્ચ કર્યું


વિદ્યાર્થીઓના સપનાઓને સિદ્ધિમાં ફેરવવાના 16 સફળ વર્ષો પૂરા થતા, દેશભરમાં પરીક્ષા તૈયારી સેવાઓમાં અગ્રગણ્ય – આકાશ એજ્યુકેશનલ સર્વિસેસ લિમિટેડ (AESL) તેના મુખ્ય પહેલ – એન્થે 2025 (આકાશ નૅશનલ ટેલેન્ટ હન્ટ એક્ઝામ) ના શુભારંભની ઘોષણા ગર્વથી કરી. ભારતીય શૈક્ષણિક વર્ષના સૌથી વધુ રાહ જોવાતા કાર્યક્રમોમાંથી એક, એન્થે 2025 નો ઉદ્દેશ ક્લાસ 5 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પડકારોનો સામનો કરીને સાચા સમસ્યા ઉકેલનાર બનવા માટે પ્રોત્સાહિત કરવો છે.
સૌને ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની પોતાની મિશન સાથે આગળ વધતાં, એન્થે 2025 રૂપિયા અઢી કરોડ સુધીની કુલ સ્કોલરશિપ સાથે ઇન્વિક્ટસ કોર્સીસ માટે આપે છે – જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓને 100% સુધીની સ્કોલરશિપ પણ મળી શકે છે. ઉપરાંત, રૂપિયા અઢી કરોડનાં રોકડ ઇનામો પણ વિતરણ કરવામાં આવશે. આ બધું વિદ્યાર્થીઓને મેડિકલ અથવા એન્જિનિયરિંગ ક્ષેત્રે સફળ કારકિર્દી બનાવી તેમના સપનાઓ સાકાર કરવા માટે મદદરૂપ બનશે. આ પરીક્ષા NEET, JEE, સ્ટેટ CETs, NTSE અને ઓલિમ્પિયાડ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આકાશના નિષ્ણાત શિક્ષકો દ્વારા પ્રદાન કરવામાં આવતી શ્રેષ્ઠ કોચિંગ મેળવવાનું દ્વાર ખોલે છે.
રિપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા,
અમદાવાદ.