મોટી વિરાણીમાં રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ; પરંતુ નખત્રાણામાં ક્યારે શરુ થશે..?

copy image

મોટી વિરાણીમાં રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ નખત્રાણામાં ક્યારે શરુ થશે..? તેવા સવાલો ઉઠી રહ્યા છે. વધુમાં મોટી વિરાણી ગામની શેરીઓમાં તેમજ હાઇવે પર રખડતા આખલાઓના કારણે અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા હતા. હાલમાં જ નાની વિરાણી ગામના આધેડને આખલાએ હડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હોવાનો કિસ્સો આપણી સમક્ષ આવી ચુક્યો છે. ત્યારે ગ્રામજનોની રજૂઆતો બાદ ગ્રામ પંચાયત દ્વારા આખલાઓને પકડીને ગૌ શાળા મુકવાની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યાર બાદ સવાલો એ ઉઠી રહ્યા છે કે ગ્રામ પંચાયત લેવેલે જો આ કામગીરી થઇ શક્તિ હોય તો નખત્રાણા નગરપાલિકા દ્વારા કેમ ના થાય. નખત્રાણા નગરપાલિકા કેમ રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરતી નથી. તેમજ સ્થાનિકો દ્વારા વારંવાર નખત્રાણા નગરપાલિકાને રજૂઆત કરવા છતાં નખત્રાણામાં આખલા પકડવાની ટેન્ડર પ્રક્રિયા જાહેર કરી પણ હજુ સુધી આખલા પકડવાનું કાર્ય શરૂ કરાયું નથી. જેથી તાત્કાલિક રખડતા ઢોરો પકડવાની કામગીરી શરુ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.