અબડાસાના જખૌમાંથી  દેશી દારૂનો આથો ઝડપાયો : આરોપી ફરાર

copy image

copy image

અબડાસા ખાતે આવેલ જખૌ પોલીસ મથક વિસ્તારમાંથી હાથ ધરવામાં આવેલ અલગ અલગ બે કાર્યવાહી દરમ્યાન પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી 2400 લિટર આથો કિં. રૂા. 60,000 ઝડપી પાડયો હતો, પરંતુ આરોપી શખ્સ હાથમાં આવ્યા ન હતા. આ મામલે મળેલ માહિતી અનુસાર પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી, જેના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર રેડ પાડી દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો 2400 લિટર આથો કિં. રૂા. 60,000 ઝડપી પાડ્યો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી ઈશમો હાથમાં આવેલ ન હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.