કચ્છમાં ભચાઉ નેશનલ હાઈવે વોધથી રામદેવ પીર રોડ પર કેન્ટેનરનો ભયાનક અકસ્માત : ડિવાઈડર પર લટકતી ગાડી, ડ્રાઈવરનો ચમત્કારી બચાવ

કચ્છ – વોધથી રામદેવ પીર રોડ તરફ જતા માર્ગે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. એક કન્ટેનર (નંબર: GJ-12-BT-6599) રસ્તાના ડિવાઈડર પર લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. અકસ્માત બાદ તુરંત રાહદારીઓએ સ્થાનિક તંત્રને જાણ કરતા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર કન્ટેનર અચાનક નિયંત્રણ ગુમાવવાને કારણે ડિવાઈડર પર ચઢી ગયું હતું. કંટેનરની સામે આવેલું દૃશ્ય દુર્ઘટનાની ગંભીરતા દર્શાવે છે, પરંતુ સદભાગ્યે ડ્રાઈવરનો ચમત્કારી બચાવ થયો છે.