કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી (ધોરણ ૧ થી ૫ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૫ કામચલાઉ મેરીટયાદી
કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી (ધોરણ ૧ થી ૫ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૫ કામચલાઉ મેરીટયાદી
કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યાસહાયક સ્પેશીયલ ભરતી (ધોરણ ૧ થી ૫- ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૫ ની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે તા.૦૮/૦૫/૨૦૨૫ ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત ક્રમાંક (૦૩/૨૦૨૫) થી જગ્યા ભરવા જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓન-લાઇન અરજીઓ માંગવામાં આવેલ હતી. જેના અનુસંધાને ધોરણ ૧ થી ૫ ના ઉમેદવારોની કામચલાઉ મેરીટયાદી https://dpegujarat.in વેબ સાઈટ ઉપર તા.૦૪/૦૮/૨૦૨૫ ના રોજ સાંજે ૧૮.૩૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. ઉમેદવાર મેરીટ માટે લોગિન પર ક્લીક કરી તેમના અરજીપત્રક પર દર્શાવેલ TET પરીક્ષાનો નંબર અને વર્ષ, પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે. મેરીટક્રમ જોવા માટે લોગિનમાં મુકેલ મેરીટની લીંક પર ક્લીક કરવાથી પોતાનો મેરીટક્રમ અને મેરીટ વેબ સાઈટ ઉપર જોઈ શકશે. ત્યારબાદ વાંધા અરજી લખેલી લિંક પર કલીક કરવાથી ઉમેદવારના અરજીપત્રકની જરૂરી તમામ વિગત જોઈ શકાશે.
(1) ઉમેદવારો તેઓના નામ, લાયકાત, કેટેગરી અને મેરીટ ગુણ વગેરેમાં જો કોઈ ક્ષતિ હોય તો ઉપરોક્ત વેબ સાઈટ ઉપર તા.૦૪/૦૮/૨૦૨૫ થી તા.૦૮/૦૮/૨૦૨૫ દરમ્યાન ધોરણ ૧ થી ૫ ના તમામ ઉમેદવાર ઓન-લાઈન સુધારા પત્રક (વાંધા અરજી) ની પ્રિન્ટ મેળવી શકશે. આ સુધારા પત્રકમાં તમારી વિગત દર્શાવેલ છે તેમાં જો કોઈ સુધારો કરવાપાત્ર હોય તો જ સુધારા પત્રકમાં વિગત સુધારી જરૂરી આધારો સાથે વાંધા અરજી સ્વીકાર કેન્દ્ર પર તા.૦૫/૦૮/૨૦૨૫ થી તા.૦૮/૦૮/૨૦૨૫ (જાહેર રજા સિવાય) ના રોજ ૧૧.૦૦ થી ૧૮.૦૦ કલાક સુધી આપવાની રહેશે. સુધારા પત્રકમાં નવી વિગતો ઉમેરી શકાશે નહી.
(2) જે વિગતોનો સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવા જોડી સુધારા પત્રક (વાંધા અરજી) ઉમેદવાર પ્રથમ અરજીપત્રક સબમીટ કરાવેલ સ્વીકાર કેન્દ્ર ઉપર રૂબરૂ જઈને જમા કરાવી શકશે. સુધારામાં રજૂ કરેલ વિગતના અસલ પુરાવા (પ્રમાણપત્ર) સિવાય વાંધા અરજી કોઇ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહી તેની ખાસ નોંધ લેવી. વાંધા અરજી અન્વયે કરેલ સુધારા જાહેરાતના સંદર્ભમાં સુસંગત હશે તો જ ગ્રાહ્ય રાખી સુધારો કરવામાં આવશે.
(3) ફાઈનલ મેરીટયાદી અને મેરીટમાં આવતાં ઉમેદવારો માટે કોલ લેટર વિગેરે માટેની સુચનાઓ હવે પછી વેબ સાઈટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે. તેથી ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી નિયમિત https://dpegujarat.in વેબ સાઇટ જોતા રહેવું. ता.०४/०८/२०२५
સ્થળ: ગાંધીનગર