નખત્રાણાના જિંજાયમાં ઝેરી દવા પી લેતા યુવાનનું મોત

copy image

copy image

નખત્રાણા ખાતે આવેલ જિંજાય વિસ્તારમાં યુવાને ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જિંજાયની વાડીમાં કામ કરતો 18 વર્ષીય જયેશ રવજી કોળીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ઉપરાંત તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમ્યાન તે યુવાને છેલ્લા શ્વાસ લીધા હતા.