ગેરકાયદેસર બોક્સાઈટ (ખનીજ)નું ખનન કરતા એક ડમ્પર તથા એક એસ્કેવેટર પકડી કાયદેસરની કાર્યવાહી કરતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.
જે અનુસંધાને ગઈ તા.૨૨/૦૭/૨૦૨૫ ના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઇ વેગડા, મુળરાજભાઇ ગઢવી તથા લીલાભાઇ દેસાઇનાઓ ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન દેવજીભાઇ મહેશ્વરી તથા સુરજભાઇ વેગડાનાઓને સયુક્ત રીતે ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, વાંઢ ગામથી ગોણીયાસર તરફ જતા રોડ ઉપર વાંઢની સીમમાં આવેલ સરકારી પડતર જમીનમાં અમુક ઈસમો ગેરકાયદેસર રીતે બોક્સાઈટ (ખનીજ) નુ ખોદકામ કરે છે અને હાલે આ ગેરકાયદેસર ખનીજ નું ખોદકામ ચાલુમાં છે જેથી બાતમી હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા એક ડમ્પર તથા એક એસ્કેવેટર મશીન તથા એસ્કેવેટર મશીનના ચાલક ભાવેશ મેધરાજભાઇ સંઘાર ઉ.વ.૩૮ રહે.વાંઢ તા.માંડવી તથા ડમ્પર ચાલક સુનીલ કમાભાઇ રબારી ઉ.વ. ૨૩ રહે, દુધઇ તા. અંજાર વાળા ઇસમો મળી આવેલ. જેથી ડમ્પર ચેક કરતા તેમા આશરે ૩૫ (પાત્રીસ) ટન જેટલુ બોક્સાઇટ ખનીજ ભરેલ હોઇ તથા આ ડમ્પર તથા એસ્કેવેટર મશીનની બાજુમાં જમીનમાં બોક્સાઈટ ખનીજનું ખાણકામ કરેલ જોવામાં આવેલ જેથી સદર આ ડમ્પરના તથા એસ્કેવેટર મશીનના ડ્રાઈવરોને સદર જગ્યાએથી બોક્સાઈટ ખનીજ ભરવા બાબતે કોઈ રોયલ્ટી કે આધાર પુરાવા હોય તો રજુ કરવા જણાવેલ જેથી તેઓ પાસે આ બાબતે કોઈ આધાર પુરાવા નહી હોવાનું જણાવેલ. જેથી સદર મળી આવેલ વાહનો સીઝ કરી ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે સોપી ખાણ ખનીજ વિભાગ તરફ રીપોર્ટ કરેલ જેથી સદર બાબતે ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના અધિકારીશ્રી દ્વારા તપાસ કરી કુલ્લે કિં.રૂ.૯,૮૧,૭૪૩/- નો દંડ વસુલ કરવામાં આવેલ.