જીલ્લામાં બનતા મિલ્કત વિરૂધ્ધના ગુનાઓને અંકુશમાં લાવવા માટે મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત કાર્યવાહી કરતી LCB પશ્ચિમ કચ્છ ભુજ”

copy image

શ્રી વિકાસ સહાય સાહેબ, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય નાઓ દ્વારા મિલ્કત સબંધીત ગુનાઓ થતા રોકવા અને આવા ગુનાઓને અંકુશમાં લાવવા માટે મેન્ટર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. જે પ્રોજેક્ટના અમલીકરણ માટે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ અવાર નવાર કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપે છે.

શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ આ મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત મેન્ટર પ્રોજેક્ટ આરોપીઓ તથા પોલીસના મેન્ટરોને પોલીસ સ્ટેશન વાઇઝ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવી આરોપીઓની પુછપરછ તથા હાલની પ્રવૃતી વિશે ઇન્ટ્રોગેટ કરવા તથા પોલીસ મેન્ટરોને આરોપીઓ ઉપર સતત વોચ રાખી કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ કાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓ દ્વારા આજરોજ જીલ્લામાં મિલ્કત સબંધી ગુના આચરતા આરોપીઓ તથા તે આરોપીઓ ઉપર વોચ રાખતા પોલીસ મેન્ટરોને લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભુજની કચેરી ખાતે હાજર રખાવી આરોપીઓની તેમના દ્વારા આચરવામાં આવેલ ગુના બાબતે પુછપરછ કરી તેમજ પોલીસ મેન્ટરોને આરોપીઓને સર્વેલન્સમાં રાખવા બાબતે યોગ્ય સુચનો અને માર્ગદર્શન આપી આ મેન્ટર પ્રોજેક્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. તેમજ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય નાઓ દ્વારા શરૂ કરવામાં આવેલ મેન્ટર પ્રોજેક્ટની સઘન કાર્યવાહી જીલ્લામાં ચાલુમા રહેશે.