નખત્રાણામાં અટલ ભૂજલ યોજના હેઠળ ખેડૂતોને અપાઈ તાલીમ

અટલ ભૂજલ યોજના હેઠળ નખત્રાણા તાલુકાના ખેડૂતોને અપાઈ તાલીમતા. ૦૬/૦૮/૨૦૨૫ ના રોજ
નખત્રાણા તાલુકાના રામપર (રોહા) ગામે લક્ષ્મીનારાયણ સમાજવાડી ખાતેબે પાળી માં અટલ ભૂજલ યોજના હેઠળ
તાલીમ આપવામાં આવી હતી.
જેમાં ૬૦ ખેડૂતો ભાઈઓ તથા બહેનો એ ભાગ લીધો હતો. આ ખેડૂત તાલીમમાં અટલ ભૂજલ યોજના
માંથી આવેલ હરેશ કાનજી વાઘેલા (IEC Expert) અને ગૌરવ સતીષ પાટીલ (Hydrologist) દ્વારા અટલ
ભૂજલ યોજનાની શરૂઆત, અટલ ભૂજલ યોજના હેઠળ કરવામાં આવેલ કામ, ગ્રામ પંચાયતને ફાળવામાં આવેલ
સાધન પાણીના સ્તર ઊંચા કઈ રીતે લાવવા તે બાબતે માહિતી આપી હતી. ACT માંથી અમૃતભાઈ ગરવા દ્વારા
યોજના અંતગર્ત વિવિધ પ્રવૃત્તિ અને કાર્યોની ચર્ચા કરવામાં આવેલ, સમીર વિઠલભાઈ ગજેરા (agriculture
expert) દ્વારા સુક્ષ્મ પિયત પધ્ધતિ અંગે માહિતી આપી હતી. ખેતીવાડી ખાતામાંથી આવેલ ગ્રામસેવક સંદીપ
પટેલ ખેતીવાડી ખાતાની વિવિધ કામગીરીની માહિતી આપી તેમજ મદદનીશ ખેતી નિયામક (તાલીમ) તરીકે ફરજ
બજાવતા દિનેશભાઈ ચૌધરી દ્વારા ખેતીવાડી ખાતાના તાલીમ વર્ગો અંગેનીં માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં
વિપુલ પટેલ (ATM) પ્રકૃતિ ખેતીની સમજ આપી હતી. ભુપતભાઈ લકુમ (વેલસ્પન ફાઉન્ડેશન- મેનેજર) દ્વારા
ખેતીમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ અને ટકાઉ ખેતી અંગે માર્ગદર્શન આપ્યું. જીવરાજભાઈ નાનજીભાઈ રામાણી
(રામપર પટેલ સમાજ પ્રમુખ) અને ખીમજીભાઈ ગોવિંદભાઈ રામાણી (રામપર – પટેલ સમાજ મહામંત્રી) દ્વારા
ભૂગર્ભ જળ બચાવવા તેમજ ગામમાં પાણીનો સંગ્રહ વધે તે અંગે સમજ અપાઈ હતી. પરસોત્તમભાઈ પ્રેમજીભાઈ
રૂડાણી(રામપર – યુવક મંડળ પ્રમુખ) દ્વારા પાણી બચાવવા માટે ગામ લોકોને અપીલ કરી હતી. ગામના સરપંચ
બુધ્ધાભાઈ સોમાભાઈ રબારી દ્વારા આભાર વિધિ કરી ખેડૂતોને પાણી બચાવવા માટે આહવાન કરવામા આવ્યું હતું.