રાપરના ખાંડેકા ગામમાં તસ્કરોએ મંદિરમાં ખાતર પાડ્યું

copy image

રાપર તાલુકાનાં ખાંડેકા ગામમાં તસ્કરોએ મંદિરમાં ખાતર પાડ્યું હતું અને અહીથી રૂા.11600ની માલમતા પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા.5/8ના રોજ ખાંડેક ગામથી વીડિયાવાડી રોડ પર આવેલાં ગોવાદાદાનાં મંદિરમાં આ ચોરીનો બનાવ બન્યો હતો. અજાણ્યા આરોપી ઈશમોએ અજાણ્યો આરોપી મંદિરનું તાળું તોડીને અહીથી કુલ રૂા.11600ની મત્તાની ચોરી કરી હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.