૧૨ ઓગષ્ટ થી ૧૧ ઓક્ટોમ્બર સુધી ચાલનાર “ઇન્ટેસીફાઇડ આઇ.ઇ.સી. કેમ્પેઈન ૨૦૨૫” નું લોન્ચીંગ કાર્યક્ર્મ યોજાયો


કચ્છ જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ આજથી એચ.આઇ.વી.અને જાતીય રોગોથી બચાવવા માટે લોકોમાં જાણકારી હોવી ખુબ જ જરૂરી હોય, લોકોમાં જાગૃત્તી આવે તે માટે નાકો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકારશ્રી દ્વારા તારીખ ૧૨ ઓગષ્ટ થી ૧૧ ઓક્ટોમ્બર ૨૦૨૫ બે મહિના સુધી ચાલનાર “ઇન્ટેસીફાઇડ આઇ.ઇ.સી. કેમ્પેઈન ૨૦૨૫” નું લોન્ચીંગ કાર્યક્ર્મ ભુજની માતૃ છાયા હાઇસ્કૂલમાં અને BMCB નર્સિંગ કોલેજ લાખોંદ થી કરવામાં આવેલ. આજનાં પ્રસગે જિલ્લા ટી.બી એચ.આઈ.વી ઓફીસર ડો. મનોજ દવે એચ.આઈ.વી તેમજ ટીબી અને હિપેટાઈટીસસ બી વિશે વિસ્તારથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. રાજેશભાઈ જાદવે આજનાં કાર્યક્રમ વિશે માહિતગાર કર્યા હતા. DSBCC ઈસ્માઈલ સમાએ વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય અને સોશિયલ મીડીયામાં દરરોજ પોસ્ટ કરવા જણાવ્યુ હતું, તેમજ અનિલભાઈ યાદવ દ્વારા ટી.બી વિશે વિસ્તૃત માહીતી આપવામાં આવી. જેમાં ૨ માસ દરમ્યાન નીચે મુજબની પ્રવૃત્તિઓ જિલ્લા સ્તરે અને ગ્રામ્ય સ્તરે કરવાની રહેશે.
એચ.આઇ.વી./એઇડ્સ, જાતીય રોગોનો વ્યાપ ખુબ ઓછો થઇ ગયેલ છે, તેમ છતા નવા એચ.આઇ.વી.ના કેસો મળી આવે છે, તેથી એચ.આઇ.વી. અને જાતીય રોગોથી બચવા માટે લોકોમાં જાણકારી હોવી ખુબ જરૂરી હોય, લોકોમાં જાગૃત્તી આવે તે માટે નીચે મુજબની પ્રવૃતિઓ કરવા માટે જીલ્લા ક્ષય અધિકારીએ જણાવ્યું હતું.
૧.) જિલ્લા સ્તરે આજ થી તારીખ ૧૨ ઓગષ્ટ ૨૦૨૫ ના રોજ “Intensified IEC Campaign” લોન્ચીંગ કરવામા આવેલ
૨.) ગામડાઓમાં ગ્રામ પંચાયતના સભ્યોનું અવેરનેશ અને સેન્સેટાઇજેશન કાર્યક્રમ અને તે ગામમાં આવેલ. ધોરણ ૯ થી ૧૨ કક્ષા ધરાવતી શાળાના બાળકો માટેનો અવેરનેશ કાર્યક્રમ કરવાનો રહેશે. રેલી, ડોર ટુ ડોર કેમ્પેઇન વગેરે.
૩.) શહેરી સરકારી હોસ્પીટલોમાં હેલ્થ અવેરનેશ કેમ્પ, તપાસ, સારવારની સુવિધા પહોચાડવી વિગેરે પ્રવૃત્તિ કરવાની રહેશે.
૪.) કોલેજોમાં એચ.આઇ.વી. અને સીફીલીસનું વર્ટિકલ ટ્રાંન્સમિશન અટકાવા માટે અવેરનેશ સેશન, ડ્રામા, ફ્લેશ મોબ વિગેરેનું આયોજન કરાવવું.
૫.) ૧૩ દિશા જિલ્લાઓમાં ફોક પર્ફોમંન્સ ગ્રામ્યકક્ષાએ કરાવવા.
વધુમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.મિતેશ ભંડેરી જણાવ્યું કે એચ.આઇ.વી./ એઇડ્સ, જાતીય રોગનો વ્યાપ ઓછો થાય અને જન જાગૃત્તી ફેલાવવા તમામ પી.એચ.સી./સી.એચ.સી./સબ ડિસ્ટ્રીક્ટ/ડિસ્ટ્રીક્ટ હોસ્પીટલ/મેડિકલ કોલેજો અને સાથે સાથે તમામ સરકારી કચેરીઓ/શૈક્ષણિક સંસ્થાઓ ઉક્ત કામગીરી કરાવવા માટે આયોજન કરવામાં આવ્યુ છે.
આ કાર્યક્રમમાં માતૃછાયા શાળા-ભુજના પ્રિન્સીપાલ શ્રીમતી સુહાસ તન્ના અને બીએમસીબી નર્સિંગ કોલેજ-લાખોંદનાં પ્રિન્સીપાલ શ્રીમતી ડો. અંબિકા તેમજ બંને સંસ્થાઓનાં સ્ટાફ અને વિધાર્થી ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં હાજર રહેલ.
આ ઉપરાંત કચ્છ જિલ્લામાં આઈ.સી.ટી.સી તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા “Intensified IEC Campaign” અંતર્ગત ભુજ ખાતે ભુજ ઈંગ્લીશ સ્કૂલ, ગળપાદર જેલ, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અંજાર, ભચાઉ મહીલા કોલેજ, માધાપર સ્લમ વિસ્તારમાં ૧૨ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ જાગૃતિલક્ષી કાર્યક્રમો કરવામાં આવેલ.