“ક્રિકેટ સટ્ટો રમતા/રમાડતા ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ”


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા માટે સુચના આપેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓને જુગારના કેસો શોધી કાઢવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ. જે સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના, એ.એસ.આઇ. પંકજકુમાર કુશવાહા તથા સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડ, રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સટેબલ જયદેવસિંહ જાડેજાનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. પંકજકુમાર કુશવાહા તથા પોલીસ કોન્સટેબલ જયદેવસિંહ જાડેજાનાઓને સંયુક્ત રીતે ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, ઓમ ધર્મેન્દ્રભાઇ ડાભી રહે. નરસિંહમહેતા નગર નવી રાવલવાડી ભુજ વાળો હાલે હીલ ગાર્ડન રોડ ઠાકર કાઠીયાવાડી હોટેલ થી નરસિંહમહેતા નગર તરફ જતા રસ્તા પર પોતાના કબ્જાની કાળા કલરની ટોયોટા ફોરચ્યુનર રજી.નં.જીજે-૧૨-એફઇ-૮૧૧૨ મા બેઠેલ છે અને પોતાના મોબાઇલ ફોનમાં ID વડે હાલમાં ચાલી રહેલ ઇન્ટરનેશનલ ઓસ્ટ્રેલીયા વર્સેસ સાઉથ આફ્રીકાની બીજી મેચ ક્રિકેટ ટુનામેન્ટમાં આ ૨૦ ઓવરની મર્યાદિત ક્રિકેટ મેચ ઉપર રનના તફાવત ઉપર રૂપિયાની હારજીતનો ક્રિકેટ સટ્ટો જુગાર ખુલ્લી જગ્યામાં હારજીતનો જુગાર પોતે રમી રમાડે છે. જે હકીકત આધારે તુરંતજ વર્કઆઉટ કરી ઉપરોકત બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા હકીકત મુજબનો ઇસમ પોતાના કબ્જાના મોબાઇલ ફોનથી માસ્ટર એકાઉન્ટ english999.co/admin નામની ઓનલાઇન વેબસાઇટ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા રમાડતા પકડાઇ ગયેલ અને મોબાઇલ ફોનમાં રહેલ આઇ.ડી.માં રાખેલ બેલેન્સ રૂપીયા ૩૦,૦૦,૦૦૦/-(ત્રીસ લાખ) ક્રિકેટ સટ્ટૉ રમવામાં ઉપયોગમા લીધેલ તેમજ માસ્ટર એકાઉન્ટ માં બીજા ગ્રાહકો તરીકે AskIs30 રામભાઇ વાળા હોય તથા આ માસ્ટર આઇ.ડી. મીત રાઠોડ નમના વ્યક્તિ પાસેથી લીધેલ હોય જેથી હાજર મળી આવેલ ઇસમ તથા હાજર નહી મળી આવેલ ઇસમો વિરૂધ્ધમાં ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૮૮૧/૨૦૨૫ જુગાર ધારા કલમ ૧૨(એ) મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ ઇસમ :-
ઓમ ધર્મેન્દ્રભાઇ ડાભી રહે.નરસિંહમહેતા નગર, નવી રાવલવાડી ભુજ
(ક્રિકેટ સટ્ટો રમાડનાર)
પકડવાના બાકી ઇસમો :-
મીત રાઠોડ (આઇ.ડી. આપનાર)
- ગ્રાહકો તરીકે AskIs30 રામભાઇ
મુદામાલ :-
આઈ.ડી.મા રાખેલ બેલેન્સ રૂપીયા ૩૦,00,000/- ક્રિકેટ સટ્ટૉ રમવામાં ઉપયોગમા લીધેલ
- મોબાઇલ નંગ-૨ કી.રૂ.૧,૦૦,૦૦૦/-
- ફોરચ્યુનર ફોર વ્હીલર રજી.નં.જીજે-૧૨-એફઇ-૮૧૧૨
કિ.રૂા. ૨૦,૦૦,૦૦૦/-