જશાપર ફાટક નજીક હોટલમાંથી 75 હજારના દારૂ સાથે એકની ધરપકડ

copy image

copy image

 સૂત્રો જણાવી રહ્યા છે, જશાપર ફાટક નજીક હોટલમાંથી 75,600ના દારૂ સાથે આરોપી ઈશમની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન આ સ્થળ પર ગેરકાયદેસર દારૂ હોવાની બાતમી મળતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જેમાં, જશાપર ફાટક નજીક આવેલી આરોપીના કબ્જા વાળી બંધ હોટલમાં ગેરકાયદે દારૂ વેચાણની પ્રવૃત્તિ કરનાર શખ્સને પોલીસે રંગે હાથ દબોચી લીધો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે અહીથી 75,600 સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી ઈશમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.