મુંદ્રાના બરાયામાંથી 1.01 લાખના મુદ્દામાલ સાથે નવ ખેલીઓને પ્રાગપર પોલીસે દબોચ્યા

copy image

મુંદ્રા ખાતે આવેલ બરાયામાંથી જાહેરમાં જુગાર રમતા નવ ખેલીઓને 1.1 લાખના મુદ્દામાલ સાથે પોલીસે દબોચી લીધા છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે જેમાં, મુંદ્રા ખાતે આવેલ બરાયામાં વાછરાદાદાનાં મંદિર નજીક જાહેરમાં અમુક ઈશમો રૂપિયાની રમત કરી રહ્યા હતા તે સમયે અચાનક ત્રાટકેલી પ્રાગપર પોલીસે અહીથી રોકડા રૂા. 31,980 તથા સાત મોબાઇલ ઝોન કિં. રૂા. 70,000 એમ કુલે રૂા. 1,01,980ના મુદ્દામાલ સાથે નવ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા હતા.