રાત્રી ઘરફોડ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી માધાપર પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ,સરહદી રેન્જ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓએ મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા/શોધવા સુચના-માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે માધાપર પો.સ્ટે એ-પાર્ટ ગુ.ર.નં.-૪૭૨/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૦૫,૩૩૧(૪),૫૪ મુજબનો ગુન્હો તા.૧૩/૦૮/૨૦૨૫ ના ક.૨૧/૦૦ વાગ્યે જાહેર થયેલ જે ગુના કામેના ફરીયાદીના સરસ્વતી સ્કુલ સામે આવેલ કંપનીના ગોડાઉન માથી રીક્ષા નં. GJ-12-BU-4940 વાળાથી અજાણ્યા ચોર ઇસમો હેવી મશીનરીની મોટર નંગ-૧૦ ની ચોરી થયેલ તે ગુના કામે ચોર તથા ચોરીમા ગયેલ મુદ્દામાલ શોધી કાઢવા માટે પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.એમ.ઝાલા નાઓના માર્ગદર્શન અને સુચના હેઠળ માધાપર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો બનાવવાળી જગ્યાના આજુબાજુ આવેલ પ્રાઇવેટ સી.સી.ટી.વી. કેમેરા તથા હ્યુમન સોર્સીસ ના ઉપયોગથી પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ. પરમવિરસિંહ કે ઝાલા નાઓને સી.સી.ટી.વી. કેમેરા તથા હ્યુમન સોર્સીસ આધારે બાતમી હકીકત મળેલ કે રાજગોર સમાજવાડી પાસે ચોરી માટે ઉપયોગ કરેલ ઓટો રીક્ષા નં. GJ-12-BU-4940 સાથે એક ઇસમ હાજર છે જેણે ઉપરોકત ગુના કામેની ચોરી કરેલ હોઇ તેવી સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ તે આધારે તુરંત વર્ક આઉટ કરી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ જોતા એક ઈસમ રીક્ષા સાથે હાજર મળી આવેલ અને રીક્ષામાં જોતા મોટર નંગ-૦૩ હોઇ જેથી સદર ઇસમને રીક્ષા સાથે પો.સ્ટે ખાતે લાવી યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા મજકુરે જણાવેલ કે,પોતે સરસ્વતી સ્કુલ સામે આવેલ વી.કે.પટેલ પ્રા. લીમીટેડ કંપનીના ગોડાઉન માંથી આ મોટર ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ જેથી મજકુર આરોપી પાસેથી ચોરીમા ગયેલ હેવી મશીનરીની મોટર નંગ-૦૩ કિ.રૂ.-૨૦,૦૦૦/- તથા ઓટો રીક્ષા નં. GJ-12-BU-4940 વાળી જેની કિ.રૂ. ૫૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ. ૭૦,૦૦૦/- નો ચોર મુદ્દામાલ રીકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

10:54 am

  • પકડાયેલ આરોપી:-

(૧) સંજય વીનુભાઇ સથવારા ઉ.વ.૧૮ રહે.મેલડીમાતાના મંદિર પાસે રામનગરી ભુજ

આરોપીનો ગુનાહીત ઇતિહાસ

(૧) ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૯૦૬/૨૦૨૪ જુગારધારા કલમ-૧૨ મુજબ

  • મુદામાલની વિગત:-

(૧) હેવી મશીનરીની મોટર નંગ-૦૩ કિ.રૂ. ૨૦,૦૦૦/-

(૨) ઓટો રીક્ષા નં. GJ-12-BU-4940 કિ.રૂ. ૫૦,૦૦૦/-

કુલ મુદામાલ કિ.રૂ. ૭૦,૦૦૦/-

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી :-

ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર,ડી.એમ.ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોના પરમવીરસિંહ કે ઝાલા તથા ભગીરથસિંહ એ જાડેજા તથા કાનાભાઈ એચ રબારી તથા પોલીસ કોન્સ. કલ્પેશભાઈ કે કોડીયાતર તથા લાલસિંહ ચેહરાજી પરમાર તથા જી.આર.ડી સભ્ય પંકજ એસ. જોષી નાઓ જોડાયેલ હતા.