સાતમ-આઠમના તહેવાર પ્રસંગે ભુજના હમીરસર તળાવ પાસે યોજાતા મેળા અનુસંધાને વાહનવ્યવહારની અવર-જવર પ્રતિબંધ થવા અંગે જાહેરનામું
પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજના તા.૧૩/૦૮/૨૦૨૫વાળા પત્રની વિગતે ભુજ શહેર મધ્યે આગામી તા.૧૫/૦૮/૨૦૨૫ થી તા. ૧૬/૦૮/૨૦૨૫ સુધી સાતમ-આઠમના તહેવાર પ્રસંગે હમીરસર તળાવ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળો યોજવામાં આવનાર છે. જેના અનુસંધાને કાયદો અને વ્યવસ્થા તથા વાહનવ્યવહાર જાળવવાના હેતુસર રજુ થયેલ દરખાસ્ત અન્વયે નીચે મુજબનો હુકમ કરવો જરૂરી જણાય છે.
જેથી હું આનંદ પટેલ, જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ, ગુજરાત પોલિસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) અન્વયે મને મળેલ અધિકારની રૂએ તા.૧૫/૦૮/૨૦૨૫ના કલાક ૦૮:૦૦ થી તા.૧૬/૦૮/૨૦૨૫ના કલાક ૨૪:૦૦ સુધી નીચે અનુસૂચિ-૧માં જણાવેલ ભુજ શહેરના રસ્તા પરથી વાહનોની અવર-જવર બંધ થવા તથા અનુસૂચિ-૨માં જણાવેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા હુકમ કરું છું.
અનુસૂચિ -૧: (પ્રતિબંધિત માર્ગની વિગત)
(૧) પાટવાડી નાકાથી તથા મંગલમ ચાર રસ્તા તથા રઘુવંશીનગર ચાર રસ્તા તરફથી ખેંગાર પાર્ક ચાર રસ્તા થઇ હમીરસર તળાવ તરફ આવતા માર્ગને ખેંગાર પાર્ક ત્રણ રસ્તાથી બંધ કરવામાં આવે છે.
(૨) મંગલમ ચાર રસ્તાથી ઉમેદનગર થઈ લેકવ્યુ હોટલ ચાર રસ્તા (હમીરસર) તરફ આવતા માર્ગને ઉમેદનગર પુલીયા પાસેથી બંધ કરવામાં આવે છે.
(૩) ટાઉન હોલ તરફથી હમીરસર તળાવ તરફ આવતા માર્ગને એ-ડીવીઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગેથી બંધ કરવામાં આવે છે.
(૪) ઘનશ્યામનગર તરફથી હમીરસર તળાવ તરફ આવતા માર્ગને સોમનાથ મંદિર પાછળના ત્રણ રસ્તા ખાતેથી બંધ કરવામાં આવે છે.
(૫) બસ સ્ટેશન તરફથી હમીરસર તળાવ તરફ આવતા માર્ગને ઓલ્ફ્રેડ સ્કુલના મેઇન ગેટ સામેના ભાગેથી બંધ કરવામાં આવે છે.
(૬) ઉપલીપાળ તરફથી હમીરસર તળાવ તરફ આવતા માર્ગને બંધ કરવામાં આવે છે.
અનુસૂચિ-૦૨: (વૈકલ્પિક માર્ગની વિગત)
(૧) પાટવાડી નાકાથી તથા મંગલમ ચાર રસ્તા તથા રઘુવંશીનગર ચાર રસ્તા તરફથી ખેંગાર પાર્ક ચાર રસ્તા થઇ હમીરસર તળાવ તરફ આવતા વાહનો મંગલમ ચાર રસ્તા થઇ કોલેજ રોડ તરફ જઈ શકશે.
(૨) મંગલમ ચાર રસ્તાથી ઉમેદનગર થઈ લેકવ્યુ હોટલ ચાર રસ્તા(હમીરસર) તરફ આવતા વાહનો કોલેજ રોડ તરફથી જઇ શકશે.
(૩) ટાઉન હોલ તરફથી હમીરસર તળાવ તરફ આવતા વાહનો જ્યુબીલી સર્કલ તરફથી વી.ડી. હાઈસ્કુલ થઈ જઇ શકશે.
(૪) ઘનશ્યામનગર તરફથી હમીરસર તળાવ તરફ આવતા વાહનો વી.ડી. હાઇસ્કુલ થઈ જ્યુબીલી સર્કલ તરફ તથા બસ સ્ટેશન તરફ જઈ શકશે.
(૫) બસ સ્ટેશન તરફથી હમીરસર તળાવ તરફ આવતા વાહનો મહાદેવનાકાથી ઉપલીપાળ થઈ પાટવાડી ગેટ તરફ અથવા ઓપન એર થીયેટર થઈ વી.ડી. હાઇસ્કુલ માર્ગ તરફ જઈ શકશે.
(૬) ઉપલીપાળ તરફથી હમીરસર તળાવ તરફ આવતા વાહનોને મહાદેવ ગેટથી ઓલ્ફેડ સ્કુલ તરફથી બસ સ્ટેશન તરફ જઇ શકશે.
ઉપરોક્ત જાહેરનામામાંથી નીચે જણાવેલ વાહનોને મુક્તિ આપવામાં આવે છે.
१. પોલિસ ખાતાનાં કે અન્ય સરકારી ફરજ પરના વાહનો.
२. પોલિસ અધિક્ષકશ્રીના આદેશ અનુસાર સક્ષમ અધિકારીશ્રી દ્વારા અધિકૃત કરેલા વાહનો.
આ જાહેરનામા હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાનાં પાલન કરાવવાના અને તપાસનાં અંતે ચાર્જશીટ રજુ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરનાં કર્મચારીઓને રહેશે.
આ જાહેરનામાની બહોળી પ્રસિદ્ધિ પોલિસ ખાતાએ ઉક્ત મુજબના રસ્તાઓ પરના જાહેર સ્થળોએ તમામ લોકોને વ્યવસ્થિત દેખાય અને વંચાય એ રીતે ડીસ્પ્લે બોર્ડ રાખી કરવાની રહેશે તેમજ જાહેરનામાના ચુસ્ત અમલ માટે સબંધિત રસ્તાઓ પર હાજર રહી ચુસ્ત અમલ કરાવવાનો રહેશે.
આજરોજ તા.૧૩/૦૮/૨૦૨૫ના મારી સહી તથા સિક્કો કરી આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે.