આચાર્ય મહાપ્રજ્ઞાની ૧૦૫મી જન્મજયંતિ

આચાર્ય શ્રી મહાપ્રજ્ઞ જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મ સંઘના 10મા આચાર્ય , એક અદ્ભુત આધ્યાત્મિક નેતા, જ્ઞાની તત્વચિંતક અને દુરંદેશી સમાજ સુધારક હતા. તેમણે પ્રાચીન જૈન શિક્ષણને આધુનિક યુગના પડકારો અનુસાર નવો આયામ આપ્યો.

તેમનો જન્મ 14 જૂન 1920ના રોજ રાજસ્થાનના ટમકોર ગામમાં નથમલ નામથી થયો હતો. માત્ર 10 વર્ષની ઉંમરે, 29 જાન્યુઆરી 1931ના રોજ, આચાર્ય શ્રી તુલસીના સાનિધ્યમાં તેમણે દીક્ષા લીધી હતી. તેમની ઊંડી સાધના, આધ્યાત્મિક સમજ અને વિદ્વાનતાના આધારે, 1979માં તમને યુવાચાર્ય તરીકે નામાંકિત કરવામાં આવ્યા અને 5 ફેબ્રુઆરી 1995ના રોજ તેમને તેરાપંથ ધર્મસંઘના 10મા આચાર્ય બન્યા.

આચાર્ય મહાપ્રજ્ઞાએ આધ્યાત્મિકતા, જૈન દર્શન, યોગ, નીતિશાસ્ત્ર, શિક્ષણ, અર્થશાસ્ત્ર અને વિજ્ઞાન જેવા વિવિધ વિષયો પર 300થી વધુ ગ્રંથોની રચના કરી. તેઓ ‘અનેકાંતવાદ’ના પ્રખર પ્રવક્તા હતા અને વિવિધ પરંપરાઓના તર્કસંગત સમન્વયના હિમાયતી હતા. તેમણે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ સાથે “Family and the Nation” પુસ્તકનું સહ-લેખન કર્યું હતું.

તેમના દ્વારા વિકસિત પ્રેક્ષા ધ્યાન પદ્ધતિએ પ્રાચીન સાધનાને આધુનિક મનોવિજ્ઞાન સાથે જોડી, જ્યારે જીવન વિજ્ઞાન તરીકે મૂલ્ય-આધારિત શિક્ષણ પદ્ધતિએ ભાવનાત્મક, માનસિક અને શારીરિક સુખાકારીનો અનોખો સંગમ રજૂ કર્યો. 2001 થી 2009 સુધી તેમણે અહિંસા યાત્રા દ્વારા 50,000 કિલોમીટરની પદયાત્રા કરીને દેશભરમાં અહિંસા, સાંપ્રદાયિક સૌહાર્દ અને નૈતિક જીવનનો સંદેશ ફેલાવ્યો.

તેઓ જૈન વિશ્વ ભારતી સંસ્થાન (માનિત વિશ્વવિદ્યાલય), લાડનૂનના નિર્માણ પાછળના આધ્યાત્મિક ગુરુ હતા. આ સંસ્થાન જૈન અને પ્રાચ્ય અધ્યયન, પ્રાકૃત-સંસ્કૃત-પાલી ભાષાઓ, પ્રેક્ષા ધ્યાન, શાંતિ અને નૈતિક શિક્ષણના સંશોધનનું વૈશ્વિક કેન્દ્ર છે. તેઓ એ આઈસીઈન્સ (અહિંસાનું અર્થવિજ્ઞાન અને ટકાઉ વિકાસ માટેનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર)ની પણ સ્થાપના કરી.

રિપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ.