ગાંધીધામનાં સુભાષનગરમાં યુવાને ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

copy image

ગાંધીધામ ખાતે આવેલ સુભાષનગરમાં યુવાને ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ગાંધીધામનાં સુભાષનગરમાં રહેનાર ભરત સાતલપરા નામનો યુવાન ગત તા; 16/8નાં રાત્રિના સમયે પોતાના ઘરે હાજર હતો, તે સમય દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર પંખામાં સાડી બાંધી ગળે ફાંસો ખાઈ પોતાની જીવન લીલા સંકેલી હતી. આ યુવાને કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.