રાજ્ય સરકાર દ્વારા ૧૧૫ પોલીસ અધિકારીઓની બદલીઓનો હુકમ

તમામ અધિકારીના ફીડબેક, રીપોર્ટ કાર્ડ , ગુપ્ત કંટ્રોલ રુમની ફીડબેક સિસ્ટમના આધારે હુકમ
….
રાજ્યમાં સર્વપ્રથમવાર નાગરિકોના ફીડબેક, પોલીસ અધિકારીઓના રીપોર્ટ કાર્ડ, ફીડબેકને લઈને મુખ્યમંત્રીશ્રી, ગૃહરાજ્યમંત્રીશ્રી અને અધિક મુખ્ય સચિવશ્રી (ગૃહ) વિભાગે વિચારણા કરીને ગણતરીના કલાકોમાં હુકમો કર્યા.

કુલ ૨૫ જિલ્લાના પોલીસ અધિક્ષક, ચારેય શહેરોના ૩૨ જેટલા નાયબ પોલીસ કમિશનર કક્ષાના અધિકારીઓની બદલીના હુકમ કરવામાં આવ્યા છે.

ઓર્ડરની ખાસ બાબત એ રહી છે કે સીધી ભરતીના વર્ષ ૨૦૧૯-૨૦ના આઈ.પી.એસ અધિકારીને શહેરમાં ઝોનમા , વર્ષ-૨૦૧૮ કે તેથી ઉપરના અધિકારીને જિલ્લાઓ અને વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૩ના અધિકારીઓને નજીકના સમયમાં બઢતી મળવાની છે તેમને સી.આઈ.ડી ક્રાઈમના આર્થિક ગુના/ શહેરોના આર્થિક ગુનાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

દરેક શહેરોમાં ઝોન અને મુખ્યમથકની જગ્યામાં મહિલા અધિકારીની સપ્રમાણ નિમણુંક આપવામાં આવી છે.

પોલીસ ભવનની અગત્યની જગ્યા જેમ કે સ્ટાફ ઓફીસર, ટેકનીકલ સેલ સી.આઈ.ડી ક્રાઈમ, સાયબર ક્રાઈમ, કોસ્ટલ સિક્યુરીટી, તેમજ જેલ જેવી મહત્વની જગ્યાઓ ઉપર વર્ષ ૨૦૨૧ની બેચના