લોકગીત-ભજન સ્પર્ધામાં ૬થી ૧૪ વર્ષની વયજુથ કેટેગરીમાં ૭ર જેટલા સ્પર્ધામાં ૧૧ વર્ષીય અંતરાએ ત્રીજું સ્થાન સળંગ ચોથા વર્ષે જાળવ્યું કાયમ

અગાઉ કચ્છ જિલ્લા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં અંતરા ભટ્ટ રાજય કક્ષાની સ્પર્ધામાં કચ્છી હીર ઝળકાવી ચુકી છે : રાષ્ટ્રીય ટીવી ચેનલ સોની-જી ટીવીના કાર્યક્રમો સુપર સ્ટાર સિંગર સિઝન-થ્રી તથા ઈન્ડીયા ટેલેન્ડ વોરમાં પણ અંતરાની થઈ ચૂકી છે પસંદગી

ગાંધીધામ : રાજયની કલા સાહિત્યીક પ્રતિભાઓને બહાર લાવવા માટે દર વરસે રાજય સરકાર તરફથી યોજાતા કલામહાકુંભ ઉત્સવ પૈકી ચાલુ વર્ષની પણ તાલુકાકક્ષાની કલામહાકુંભની વિવીધ વિભાગોની સ્પર્ધા તાજેતરમાં જ પ્રાંત યુવા વિકાસ અધિકારી દેવાંશીબેન ગઢવી તથા નરસિંહભાઈ ગાગલના માર્ગદર્શન હેઠળ કચેરીના સ્ટાફગણના સહયોગથી ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કુલ મધ્યે મધ્યે યોજવામાં આવી હતી. જેમાં ભુજ તાલુકાની પ્રતિભાઓ વિવિધ વયજુથમાં કૃતીઓ રજુ કરી અને વિજેતા ઘોષિત થઈ પરીવાર-શાળાનું નામ રોશન કરેલ છે.ભુજમાં તાલુકા કક્ષાના કલામહાકુંભ ર૦રપ-ર૬ના વર્ષ ૬ થી ૧૪ સુધીના કલાકારોમાં વિવિધ વિભાગમેાં વિજેતા જાહેર થયેલાઓની વાત કરીએ તો આ વખતે લોકગીત-ભજન સ્પર્ધાની કેટેગરીમાં ભુજની એરફોર્સ સ્કુલની અંતરા આનંદકુમાર ભટ્ટ તૃતીય નંબરે વિજેતા જાહેર થવા પામી છે.  અંતરા ભટ્ટની સાથે સ્પર્ધામા સહાયક તરીકે હાર્મોનિયમ પર નીલેશ ગાંગજીભાઈ બારોટ અને ઢોલ પર ગઢવી વિશાલ પુનશીભાઈ રહ્યા હતા.  

અંતરાભટ્ટ સુગમસંગીતનું પદ્વતિસરનું જ્ઞાન ભુજની સ્પા એકેડમીના રીમાબેન ખત્રી પાસેથી મેળવી રહી છે. નોધનીય છે કે, અંતરા ભટ્ટ અગાઉ પણ કચ્છ જિલ્લા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં દસ વર્ષની વય જુથમાં જિલ્લામાં પ્રથમ, ઉત્તર ઝોનમાં પણ લગ્નગીત સ્પર્ધામાં પ્રથમ આવી અને રાજય કક્ષાએ કચ્છનું પ્રતિનિધિત્વ કરેલ છે. તો વળી કલા મહાકુંભમાં અંતરા પાછલા ત્રણ વર્ષથી લગ્નગીત સ્પર્ધામાં તૃતીય નંબર હાંસલ કરી રહી છે. ઉપંરાત આ પૂર્વે સંગીત ક્ષેત્રે અંતરા ભટ્ટે મોટી છલાંગ લગાવી અને નવર્ષની ઉંમરે જ ઈન્ડીયા ટેલેન્ડ વોરના રાષ્ટ્રીય ટીવી ચેનલના કાર્યક્રમમાં તથા સોની ટીવી પર પ્રસારિત થતા સુપર સ્ટાર સિંગર સિઝન થ્રીમાં જજીસરાઉન્ડ સુધી પણ અંતરાની પસંદગી થવા પામી હતી તો વળી વોઈસ ઓફ ગુજરાતની સીંગિગ સ્પર્ધામાં પણ અંતરાએ સ્પેશ્યીયલ રેગ્નાઇજેશનનુ બહુમાન પ્રાપ્ત કરી અને ખુદની પ્રતિભા ઝળકાવી પરીવાર અને શાળાનુ નામ રોશન કર્યુ હતું. ટીમ અંતરાએ મેળવેલી વધુ એક સિદ્ધી બદલ તેઓને એરફોર્સ સ્કુલના પ્રિન્સીપાલ, શિક્ષણગણ તથા સમગ્ર શાળા પરીવાર ઉપરાંત ઠેર-ઠેરથી અભિનંદન પ્રાપ્ત થવા પામી રહ્યા છે.