પ્રિન્સ સ્વરા ઈન્ડિયા મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઓડિશન યોજાયું.

પ્રિન્સ સ્વરા ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ના ડિરેક્ટર પ્રદીપ પંડ્યા છેલ્લા પાંચ વર્ષથી ચાંદખેડા ખાતે પ્રિન્સ સ્વરા ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના નામે સ્ટુડિયો ધરાવે છે. અને તેઓ સંગીત, એક્ટિંગ ડાન્સિંગ જેવા ટેલેન્ટેડ ઉભરતા કલાકારોના ઓડિશન લઈ અલગ અલગ પ્લેટફોર્મ ઉપર ટ્રેનિંગ આપી આગળ વધવામાટે પોસાહન પૂરું પાડે છે. તેઓ અત્યાર સુધીમાં ત્રીસ હજારથી વધુ ગાયકોના ઓડિશન લીધા છે. અને હાલમાં પણ દર રવિવારે ઓડિશન ટેલેન્ટેડ લોકો ગુજરાત અને ગુજરાતની બહાર ના રાજ્યમાંથી આવીને પોતાના ફિલ્ડ પ્રમાણે ઓડિશન આપે છે

પ્રદીપ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે અમારી સંસ્થા સંગીત ની સાથે એક્ટિંગ અને ડાન્સિંગ જેવા વિષયમાં રુચિ ધરાવતા લોકોના ઓડિશન લઈ ઠીક લાગે તેવા લોકોને જીવન માં આગળ વધવા માટે એક ખાસ પ્રકાર નું પ્લેટફોર્મ પ્રિન્સ સ્વરા ઈન્ડિયા મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આપવામાં આવે છે.

રીપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ.