ગુજરાત રાજ્ય ની પોલીસ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો સામે કાર્યવાહીઓ બની અસરકારક તેનો સચોટ ઉદાહરણ કચ્છ ની ઘટના

પોલીસ ના ડર થી ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સ મોહમદ શકીલ યાકુબ ધુઈયા એ જાતે જ પોતાનું દબાણ કર્યું દૂર.

સરકારી મિલકતો પર ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો ના દબાણ પર સતત કાર્યવાહી ના ડર ના પગલે કચ્છ માં એક હિસ્ટ્રીશીટર આરોપી નું દબાણ પોલીસ તંત્ર દ્વારા દૂર કરાય એ પહેલા જ ખુદ હિસ્ટ્રીશીટર આરોપીએ પોતાનું દબાણ જાતે દૂર કર્યું.

આરોપી દ્વારા સરકારી જમીનમાં બે જગ્યાએ બાંધકામ કરી કુલ 16 (સોળ) ઓરડીઓ જે આશરે ૪૫૦ ચોરસ મીટર જેની બજાર કિ.રૂ.૧૦,૩૫,૦૦૦/- નુ ગેરકાયદેસર દબાણ થયું દૂર.

“સરકારી જમીન પર અસમાજિક તત્વો નો દબાણ દૂર કરવા કચ્છ પોલીસ નો દ્રઢ સંકલ્પ”

મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારના અપરાધીક પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમ મોહમદ શકીલ યાકુબ ધુઈયા રહે.મુસ્લીમ વાસ, બારોઇ તા.મુંદરા-કચ્છ વાળા વિરુધ્ધ મુંદરા પોલીસ સ્ટેશનમાં સામાન્ય નાગરીકોને ધાકધમકીઓ કરી બળજબરીથી મીલ્કતો પડાવી લેવી,ગેરકાયદેસર રીતે વ્યાજખોરી કરવી તથા એટ્રોસીટી એકટ હેઠળના અલગ અલગ કુલ-૦૭ ગુનાઓ દાખલ થયેલ હોઇ તેમજ મજકુર ઇસમે ફરીયાદી પોતાની દિકરી માટે કેક લેવા ગયેલ ત્યારે ફરીયાદી પાસે રહેલ માત્ર ૧૭૦ રૂપીયા પણ પડાવી લીધેલ હતા.

જે અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમ મોહમદ શકીલ યાકુબ ધુઈયાએ મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારના બારોઇ ગામ ટ્રા.સર્વે નં.૨૦૭ પૈકીની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે દબાણ કરી બાંધકામ કરી ઓરડીઓ બનાવી ભાડે આપી ભાડું ઉઘરાવતો હોવાનુ પોલીસ ઈન્સ્પેકટરશ્રી આર.જે.ઠુંમર મુંદરા પો.સ્ટે.નાઓએ જાણવા મળેલ જેથી સદરહુ ગેરકાયદેસર બાંધકામ તથા કબ્જો દુર કરવા સારૂ પ્રાંત અધિકારીશ્રી મુંદરાનાઓને લેખીત જાણ કરતા પ્રાંત અધિકારીશ્રી મુંદરા નાઓએ મામલતદારશ્રી તથા સર્કલ ઓફીસરશ્રી મુંદરાનાઓ પાસે તપાસ કરાવતા મજકુર ઇસમએ સરકારી જમીનમાં બે જગ્યાએ બાંધકામ કરી કુલ ૧૬(સોળ) ઓરડીઓ જે આશરે ૪૫૦ ચોરસ મીટર જેની બજાર કિ.રૂ.૧૦,૩૫,૦૦૦/- નુ ગેરકાયદેસર રીતે દબાણ કરી તેમાં બાંધકામ કરેલ હોવાનુ જણાઈ આવતા મજકુર ઇસમ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા મજકુર ઇસમે સ્વેચ્છાએ સરકારી જમીનમાં આશરે ૪૫૦ ચોરસ મીટર જેની બજાર કિ.રૂ.૧૦,૩૫,૦૦૦/- નુ ગેરકાયદેસર રીતે દબાણ કરી બાંધકામ દુર કરેલ છે.

ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો વિરુદ્ધ સતત ગુજરાત રાજ્ય ની પોલીસ કાર્યવાહી ની ધાક નો ઉત્તમ ઉદાહરણ કચ્છ ની ઘટના.