મુન્દ્રા તાલુકાના ઝરપરા વિસ્તારમાં ખનિજ ચોરી કરતા ૧ લોડર તથા ૨ ડમ્પર ઝડપાયા


માનનીય કલેક્ટરશ્રી, કચ્છના માર્ગદર્શન હેઠળ મદદનીશ નિયામકશ્રી, ફ્લાઈંગ સ્ક્વોર્ડની કચેરી,ભુજ-કચ્છ દ્વારા ખનિજ ચોરી અંગે મળતી અવાર નવાર ફરિયાદોને ગંભીરતાથી લઈ,
તારીખ-૧૯/૦૮/૨૦૨૫ ના રોજ વહેલી સવારે ફરિયાદીશ્રીની બાતમીના આધારે ખાનગી વાહનથી મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામને લાગુ સીમ વિસ્તાર ખાતે તપાસ હાથ ધરવામાં આવેલ, સદરહુ તપાસ દરમ્યાન તપાસ સ્થળેથી ૧ (એક) લોડર તથા ૨ (બે) ડમ્પરને સાદીમાટી ખનીજનું ગેરકાયદે ખનન તથા વહન કરતાં અટક કરી, તમામ વાહનોને સીઝ કરી મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે મુકાવેલ છે.
તેમજ, તારીખ-૨૦/૦૮/૨૦૨૫ ના રોજ પણ ફરિયાદીશ્રીની બાતમીના આધારે ખાનગી વાહનથી મુન્દ્રા તાલુકાના પત્રી ગામને લાગુ નદિપટ્ટ ખાતે તપાસ હાથ ધરવામાં આવેલ, સદરહુ તપાસ દરમ્યાન પણ તપાસ સ્થળેથી ૧ (એક) લોડર મશીન તથા ૨ (બે) ડમ્પરને સાદીરેતી ખનિજના ગેરકાયદે ખનન તથા વહન સબબ સીઝ કરવામાં આવેલ છે.
વધુમાં, તારીખ-૨૦/૦૮/૨૦૨૫ ના રોજ બીજા ફરિયાદીશ્રીની બાતમીના આધારે ખાનગી વાહનથી મુન્દ્રા તાલુકાના મોટા કપાયા ગામે લાગુ નદીપટ્ટ ખાતે તપાસ હાથ ધરવામાં આવેલ, સદરહુ તપાસ દરમ્યાન મોટા કપાયા ગામને લાગુ નદીપટ્ટ વિસ્તાર માંથી ૧ (એક) એક્ષકેવેટર મશીનને સાદીરેતી ખનિજના ગેરકાયદે ખનન સબબ સીઝ કરેલ છે.
સદરહુ બન્ને દિવસ દરમ્યાન પકડાયેલ કુલ-૧ (એક) એક્ષકેવેટર મશીન, ૨ (બે) લોડર મશીન તથા ૪ (ચાર) ડમ્પર મળી કુલ રૂપીયા એક કરોડ પંદર લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે, તેમજ સદર તપાસ અંગે આગળની નિયમોનુસારની કાર્યવાહી હાલ ચાલુ હાલતમાં છે.