37 હજારની રોકડ સાથે છ જુગારપ્રેમીઓ પોલીસની ગિરફ્તમાં

copy image

આદિપુરમાંથી 37 હજારની રોકડ સાથે છ જુગારપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો અનુસાર ચારવાડી વિસ્તારમાં અમુક ઈશમો ધાણીપાસા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા હતા. તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી રોકડ રૂા. 37,200 સાથે છ ઈશમોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે અહીથી પકડાયેલ ખેલીઓ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.