હદપાર કરેલ આરોપીને નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન પકડી પાડતી લોકલ કાઇમ બ્રાન્ચ, પશ્ચિમ-કચ્છ ભુજ”


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ કચ્છ જીલ્લામાંથી હદપાર થયેલ આરોપીઓની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા, યશવંતભાઇ ચૌહાણ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારીનાઓ નખત્રાણા તાલુકા વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વિકેશભાઇ રાઠવા તથા લાખાભાઇ રબારીનાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, લક્ષ્મણસિંહ હરીસિંહ સોઢા રહે. રબારીવાસ, સાંયરા તા.નખત્રાણાવાળો જે પ્રોહિબિશનના તથા શરીર સબંધિ ગુન્હાઓમાં સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી નખત્રાણાનાઓના હુકમથી કચ્છ જીલ્લાથી હદપાર થયેલ છે અને હાલે તે સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી નખત્રાણાના હુકમનો ભંગ કરી દેવપર(યક્ષ) ગામે આવેલ સાંયરા ચોકડી પાસે રોડ પર હાજર છે જે મળેલ હકીકત બાબતે વેરીફાઈ કરાવતા તે હાલે સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી નખત્રાણાનાઓના હુકમ નં મેજી/હદપારી/કેસ/નં.૦૨/૨૦૨૫ તા.૨૩/૦૫/૨૦૨૫ થી કચ્છ, મોરબી, પાટણ, બનાસકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર જીલ્લાઓમાંથી ત્રણ મહિનાના માટે હદપાર કરવા હુકમ કરેલ છે. જેથી મજકુર ઇસમની તપાસ કરતા મળી આવેલ જેથી મજકુર લક્ષ્મણસિંહ હરીસિંહ સોઢા ઉવ.૨૯ રહે રબારીવાસ, સાંયરા તા.નખત્રાણાવાળાએ મે.શ્રી સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ નખત્રાણા-કચ્છ નાઓનો તડિપારના હુકમનો ભંગ કરી સાંયરા ચોકડી, દેવપર(યક્ષ) તા.નખત્રાણા કચ્છ જીલ્લામાંથી હાજર મળી આવી ગુન્હો કરેલ હોઈ જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૮૪૧/૨૦૨૫, જી.પી.એકટ કલમ ૧૪૨ મુજબ ગુનો રજીસ્ટર કરવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
- પકડાયેલ ઇસમ
- લક્ષ્મણસિંહ હરીસિંહ સોઢા ઉવ.૨૯ રહે.રબારીવાસ, સાંયરા તા.નખત્રાણા