નખત્રાણાના દેશલપરમાં હારજીતનો જુગાર રમતા ચાર ઝડપાયા

copy image

નખત્રાણા ખાતે આવેલ દેશલપરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા ચાર જુગારીઓને પોલીસે પકડી પાડયા હતા. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ દેશલપર (ગું.)ની સ્કૂલ નજીક બપોરના સમયે અમુક શખ્સો ધાણીપાસા વડે જુગાર રમી રહ્યા હતા. ત્યારે અચાનક ત્રાટકેલી પોલીસે તમામને રોકડા રૂ;3270ના મુદ્દામાલ સહીત પકડી પાડયા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.