હદપાર હુકમનો આજ્ઞાભંગ કરનાર ઈશમને પોલીસે દબોચ્યો

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ કટારિયામાં હદપાર હુકમનો આજ્ઞાભંગ કરનાર ઈશમને પોલીસે દબોચી લીધો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉ તાલુકાનાં જૂના કટારિયામાં રહેનાર શોકત ઇબ્રાહીમ ઉર્ફે અબ્રાહમ ઉર્ફે અભરામ રાઉમા નામના ઈશમને ત્રણ માસ પૂર્વે જીલ્લામાંથી હદપાર કરી દેવાયો હતો. જે ગત દિવસે કટારિયા હાઇવે બ્રિજ નીચે પોતાની ચાની કેબિને આવેલ હોવાની જાણ પોલીસને થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને આરોપી ઈશમને દબોચી લીધો હતો. પોલીસે આ શખ્સ વિરુદ્ધ નિયમ ભંગનો ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.