બોટાદના ઈશ્વરીયા થી નાના ઝીંઝાવદર ગામે જવા માંટે રસ્તો ના હોવાથી ઘેલા નદી ઉપર નવો પુલ બનાવવાનું કામ ચાલું કરવામાં આવ્યુ


બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઞામ ઈશ્વરીયા થી નાના ઝીંઝાવદર ગામે જવા માંટે રસ્તો ના હોવાથી ઘેલા નદી ઉપર નવો પુલ બનાવવા નું કામ કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા રાજ્યમંત્રી (ભારત સરકાર) મા. ડૉ. રામદાસ ઓઠવલે સાહેબ, કેન્દ્રીય કેબિનેટ મંત્રી સડક પરિવહન રાજ મહામાર્ગ (મંત્રી ભારત સરકાર ) મા.શ્રી. નિતિન ગડકરી સાહેબ, બોટાદ જિલ્લા કલેકટર, રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) મુંબઈ પ્રદેશ ઉપાધ્યક્ષ નેતા ગુજરાતી સમાજ અને ઓલ ઇન્ડિયા SC, ST, OBC, માયનોરીટીસ મહાસંઘ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અલજીભાઈ મારુ, ગામના માજી સરપંચશ્રી ભારતબા મહાવીરસિંહ ગોહિલ, ના પ્રયત્નો થી આ કામ ચાલું કરવામાં આવ્યુ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઞામ ઈશ્વરીયા ગામની પચાસ ટકા જમીન નદીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ હોય, ભારત દેશની આઝાદી થી લઈને આજ દિન સુધી આ ગામમાં સામે કાંઠે જવા માંટે રસ્તો ના હોવા ના કારણે વાડી વિસ્તારમાં વસતા ખેડૂતોના બાળકોને અભ્યાસ માટે તેમજ ખરીદી કરવા માટે અને માલઢોરને લઈ જવા તેમજ વ્યવસાય માટે ખેતીના સાધનો લઇ જવા માટે કોઈ રસ્તો ન હોવાથી પાણીમાંથી પસાર થવું પડતું હતું અથવા પાણી ભરેલી એક સાકડી ડેમની પાળો ઉપરથી પસાર થવું પડતું હતું .તેમજ અસંખ્ય વ્યક્તિઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ચાર મહિના વરસાદના કારણે નદીમાં પાણી ફૂલ હોય તેમ ચાર મહિના સુધી પોતાના ખેતરમાં જઈ શકતા નતા તેવી પરિસ્થિતિ હતી તેઓને આકસ્મિત બિમારી ઈજા દુર્ઘટના અને સ્ત્રીઓને પ્રસૃતિ સમયે સારવાર બાબતે ખુબજ મુશ્કેલી રહે છે પુલના હોવાથી સતત પાણીમાંથી જ આવ-જાવ કરતા હતા. આ વિષય ઈશ્વરીયા ગામના સરપંચશ્રી ભારતબા મહાવીરસિંહ ગોહિલ, દ્વારા આલજીભાઈ મારુ ને રજૂઆત કરવામાં આવી હતી, અને પુલ બનાવવાની રજુઆત કરાઈ હતી, અને આલજીભાઈ મારુ એ કેન્દ્રિય મંત્રી શ્રી રામદાસ આઠવલે સાહેબ ની મુલાકાત લઈને ઉપરોક્ત સમસ્યા બારામાં ચર્ચા કરી હતી. અને રામદાસ આઠવલે સાહેબ દ્વારા કેન્દ્રીય કેબિનેટ મંત્રી સડક પરિવહન રાજ મહામાર્ગ (મંત્રી ભારત સરકાર ) મા.શ્રી. નિતિન ગડકરી સાહેબને તારીખ ૧૩/૦૧/૨૦૨૧ ના રોજ પત્ર લખ્યો હતો તેના કારણે આ કામ થયું છે 60.ટકા કામ થયું છે ટૂંક સમયમાં કામ પૂર્ણ થશે અને ગામજનોની વર્ષો જૂની સમસ્યા નો હલ થશે , તેમજ પુલ બનાવવામાં ઉપરોક્ત કેન્દ્રીય મંત્રી મહોદય, અને તમામ ગામજનો સાત સહકાર આપ્યો તે બદલ આભાર માનવામાં આવ્યો હતો ઉપરોક્ત પુલના કામમની મુલાકાત લેવા આજરોજ ઈશ્વરીયા ગામે ઉપસ્થિત રયા હતા રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) મુંબઈ પ્રદેશ ઉપાધ્યક્ષ નેતા ગુજરાતી સમાજ અને ઓલ ઇન્ડિયા SC, ST, OBC, માયનોરીટીસ મહાસંઘ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આલજીભાઈ મારુ, નરેશભાઈ મારુ, વિશ્રામભાઇ મેરીયા, માવજીભાઈ મેધા ચૌહાણ, ગામ ચિરોડા, મોહન મારુ, લક્ષમણ મારુ, વગેરે ઉપસ્થિત રહ્યા હતાં