કચ્છની લોકનારીના ટેરવાનું કસબ ‘કટાવકામ’

‘કટાવ’ એટલે સફેદ અથવા રંગીન વસ્ત્ર પર અન્ય રંગના વસ્ત્રનાં ફૂલ, પાન, પશુ, પંખી, માનવીય કે ભૌતિક આકૃતિઓ કોતરેલા ટુકડા કલાત્મક રીતે ગોઠવીને ટાંકવા તે…
કટાવકામના કેન્દ્રસ્થાન એવા કચ્છના હોડકો, ગોરેવાલી, લુણા સહિતના ગામોના કારીગરોને રાજ્ય સરકારની ઓથ મળતા વિદેશથી માંડીને ભારતમાં વિવિધ રાજ્યોમાં માલનું વેચાણ કરે છે…
અમારા પરિવારની અનેક કારીગર બહેનો જે ક્યારેય કચ્છના હોડકોથી બહાર પગ નહોતો મૂક્યો તે હવે પ્રદર્શનમાં ભાગ લેવા વિદેશના પ્રવાસ કરતી થઇ છે : કટાવકામના કારીગર