સામખિયાળીના ભારત નગરમાંથી છ પત્તાપ્રેમીઓની અટક

copy image

સામખિયાળી ખાતે આવેલ ભારત નગરમાંથી છ પત્તાપ્રેમીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ બનાવ અંગે વર્તુળોમાથી પ્રાપ્ત થતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભારત નગરમાં અમુક ઇસમો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે બાતમી વાળી જગ્યા પર તપાસ કરી તમામ આરોપી શખ્સોને કુલ 64,200ના મુદ્દામલ સાથે પકડી પાડ્યા હતા. પોલીસે તમામ મુદ્દામલ કબ્જે કરી વધુ કાર્યવાહી આદરી છે.