નખત્રાણાના બેરૂ ગામના વાડી વિસ્તારમાં વિજશોક લાગતાં યુવકનું મોત

copy image

નખત્રાણા ખાતે આવેલ બેરૂની વાડીમાં 30 વર્ષીય યુવાનને વિજશોક લાગતાં મોત નીપજયું હતું. આ બનાવ અંગે સૂત્રોમાથી મળતી માહિતી મુજબ બેરૂ ગામની વાડી વિસ્તારમાં રહેનાર 30 વર્ષીય મગનલાલ ઠાકોરભાઇ નાયકને ઇલેકટ્રીક મોટરવાળા રૂમમાં હોલ્ડરમાંથી બલ્બ (ગોળો) કાઢવા જતી વેળાએ વીજળીનો ભારે શોર્ટ લાગતાં તેમનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે.