23 ઓગસ્ટથી ભુજ અને સુરત વચ્ચે હવાઇ સેવા શરૂ કરાઈ
copy image

23 ઓગસ્ટથી ભુજ અને સુરત વચ્ચે હવાઇ સેવા શરૂ કરવામાં આવી છે. દૈનિક 50 સીટની ક્ષમતા સાથે આ હવાઇ સેવા શરૂ કરાઈ છે. સુરતથી સવારે 10.45 કલાકે ઉડાન ભરતી આ એરોપ્લેન 11.45 કલાકે ભુજ પહોંચે છે. તેમજ ભુજથી 12.10 કલાકે ઉડાન ભરી 13.10 ક્લાકે આ ફલાઇટ સુરત પહોંચાડે છે. તેમજ આગામી 16 ઓકટોબરથી ભુજ-અમદાવાદ વચ્ચે પણ હવાઈ સેવા શરૂ કરવામાં આવશે.