મુદ્રાના ગુંદાલામાં વરલી મટકાનો આંકડો લેનાર શખ્સની ધરપકડ

copy image

મુદ્રા ખાતે આવેલ ગુંદાલામાં વરલી મટકાનો આંકડો રમી-રમાડતા શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ગુંદાલા-રતાડિયા રોડ પર રતાડિયા ગેટ પાસે કોઈ શખ્સ મિલન નાઇટ બજારનો વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમી રમાડે છે. ઉપરાંત પોલીસે રેડ કરી આરોપી શખ્સને રોકડા રૂ;1150 તેમજ આંકડાના સાહિત્ય સહીત પકડી પાડયો હતો. આ મામલે પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.