ભચાઉના જંગીમાં પાંચ પત્તાપ્રેમીઓની અટક

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ જંગી ગામમાં ખુલ્લેઆમ જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ જંગી ગામના હિંગલાજનગરમાં સરેઆમ અમુક ઈસમો ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા હતા. તે સમય દરમ્યાન અચાનક ત્રાટકેલી પોલીસે રોકડ રૂ;19,150 તેમજ ચાર મોબાઇલ એમ કુલ રૂ;39,650ના મુદ્દામાલ સાથે પાંચ શખ્સોને પકડી લીધા હતા. આ મામલે પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી આદરી છે.