નારણપરથી કેરા હાઈવેની હાલત બિસ્માર

ભુજ તાલુકાના નારણપરથી કેરા હાઈવેની હાલત એકદમ ખરાબ છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આવા ખરાબ રોડ રસ્તાના કારણે અકસ્માત સર્જાવાની શક્યતાઓ પણ છે. તેમજ લોકોને રોડ પરથી પસાર થવામાં મુશ્કેલી પણ થાય છે. તો તંત્ર આ રોડ રસ્તાઓ સુધારવામાં કોની રાહ જોઈ રહ્યું છે..? આ સમસ્યાનું ટૂંક સમયમાં નિરાકરણ થાય તેવી લોક માંગ ઉઠી રહી છે.