ભુજમાં નળવાળા સર્કલ નજીક રહેતા યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

copy image

ભુજમાં આવેલ નળવાળા સર્કલ નજીક રહેતા યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભુજમાં નળવાળા સર્કલ પાસે રહેતા યુવાને પોતાની શ્રીનાથજી હવેલીની બાજુમાં હનુમાન શેરી પાસે આવેલી કેબલની ઓફિસમાં કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો. ઉપરાંત તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.