વાંઢાયના ઇશ્વર આશ્રમમાં સાધુએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

copy image

copy image

ભુજ ખાતે આવેલ વાંઢાયના ઇશ્વર આશ્રમમાં સાધુએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ વાંઢાયના ઇશ્વર આશ્રમમાં રોકાયેલા મૂળ પશ્ચિમ બંગાળના ગોપાલદાસ સાધુએ બીમારી હોવાના કારણે તેનાથી કંટાળી ઇશ્વર આશ્રમના રસોડાંના શેડમાં ગળેફાંસો ખાઇ મોતને ભેટો કર્યો. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.