ભુજથી મુંબઈ જતી ફલાઈટમાં બારીમા ગ્લાસ રબર નીકળેલો હોવાથી નોંધાઈ ફરિયાદ

copy image

અમદાવાદ વિમાન દુર્ઘટના પછી એર ઇન્ડીયા દ્વારા મોટા ઉપાડે દરેક ફલાઈટનું પરિક્ષણ કરવામાં આવતું હોવાનો દાવો કર્યો હતો પણ વાસ્તવિકતા હજી પણ વિપરીત છે.મંગળવારે ભુજથી મુંબઈ જતી ફલાઈટમાં એક પ્રવાસીએ વિન્ડો સીટ લીધી હતી જેમાં બારીમા ગ્લાસ રબર નીકળેલો જણાયો હતો જો વિન્ડો તૂટી જાય કે ગ્લાસ નીકળી જાય તો જવાબદાર કોણ..? તેવા સવાલો ઉઠી રહ્યા છે આ બાબતે એર ઇન્ડિયામાં ફરિયાદ કરવામાં આવતા સતાવાર પોર્ટલ દ્વારા સુધારણાની કાળજી લેવામાં આવી હતી. ટ્રેનમાં પણ હવે સારી સુવિધા ઉપલબ્ધ હોય છે જેની સામે વિમાનના મોંઘા ભાડા ખર્ચવા છતાં એક બાદ એક પરેશાનીઓનો પ્રવાસીઓને સામનો કરવો પડી રહ્યો છે.