ગુજરાતમાં જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયા લિખિત‘જળક્રાંતિ ગ્રંથ’નું વિમોચન રાજ્યના મુખયમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 31મી ઓગષ્ટનાં રોજ યોજાશે

સમગ્ર વિશ્વમાં પ્રવર્તતી વિવિધ સમસ્યાઓ પૈકી જળસંકટની મુખ્ય સમસ્યા છે. જેમની તનતોડ મહેનતે ગુજરાતમાં જળસંકટ સામે લડવાની પ્રેરણા મળે છે અને જળક્રાંતિ આવી છે, તેવા ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયા લિખિત જળક્રાંતિ ગ્રંથનું વિમોચન તા. 31મી ઓગષ્ટ, 2025ના રોજ રવજીભાઈ વસાણી અને વલ્લભભાઈ કાકડિયાની આગેવાનીમાં લેઉવા પટેલની 19 સંસ્થાઓના ઉપક્રમે લેઉવા પટેલ સમાજની સંસ્થા, કેળવણી ધામ નિકોલ ખાતે રાજ્યનાં માનનીય મુખયમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે કરવામાં આવશે. ‘જળક્રાંતિ ગ્રંથ’ના વિમોચન પ્રસંગે ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા, પી.કે. લહેરી, વસંતભાઈ ગજેરા, આર.પી.પટેલ, જેરામભાઈ વાંસજાળિયા, કાનજીભાઈ ભાલાળા સહિત ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

મનસુખભાઈની ચેકડેમ-તળાવની યોજનાને રાષ્ટ્રવ્યાપી કરવાના ધ્યેયથી તા. 20-11-99 ના રોજ જામકાની ધરતી ઉપર દેશનો પ્રથમ જળક્રાંતિ દિન ઉજવાયો. ક્રાંતિકારી સંત સ્વામી શ્રી સચ્ચિદાનંદજીએ ચેકડેમ-તળાવની યોજનાને જળક્રાંતિ નામ આપ્યું. શ્રી મનસુખભાઈ સુવાગીયાને તેમણે જળક્રાંતિના પ્રણેતા ઘોષિત કર્યા.

રીપોર્ટ બાય:અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.