ગાંધીધામમાં 24 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

copy image

ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં 24 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 26/8ના સાંજના અરસામાં ગાંધીધામના કાર્ગો આંબેડકરનગર વિસ્તારમાં આ આપઘાતનો બનાવ બન્યો હતો. અહી રહેનાર પ્રીતિ નામની યુવતી પોતાના ઘરે હાજર હતી તે સમયે કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ યુવતીએ કયા કારણે આવું પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.