પરંપરા સાથે નવરાત્રિનું નવતર ઉજવણી – ‘ગામઠી ગરબા 2025’નું ભવ્ય પ્રી-લૉન્ચ”


શહેરના ગરબા પ્રેમીઓ માટે અનોખો અને પરંપરાગત રંગ ભરીને તહેવાર ઉજવવાનો અવસર લાવવાનું વિશાળ સ્તરે આયોજન કરવામાં આવ્યું છે – ‘ગામઠી ગરબા
“બેક ટુ ધ રૂટ્સ”
2025’ની થીમ સાથે આયોજિત આ પ્રી-લૉન્ચ ઇવેન્ટે ભક્તિ, શક્તિ અને સંસ્કારોથી સરાબોર ગરબાના અસલ સ્વરૂપને ફરી જીવંત કરવાની અનોખી શરૂઆત કરવામાં આવશે.
આ નવરાત્રિ, 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમ્યાન અમદાવાદના વિશાળ મેદાન પર યોજાનાર આ ગરબા શ્રેણીમાં 1 લાખથી વધુ દર્શકો, 30થી વધુ પ્રતિષ્ઠિત મહાનુભાવો તથા અનેક જાણીતા બ્રાન્ડ્સના સહભાગ સાથે શહેરનું સર્વોચ્ચ આકર્ષણ બનવાનું છે.
ઇવેન્ટની વિશેષતાઓમાં – હેરિટેજ થીમ આધારિત સેટ ડિઝાઇન, આધુનિક ઇન્ટેલિજન્ટ લાઇટિંગ અને SFX, આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ, લગ્ઝરી VIP ઝોન, આરામદાયક કૉફી લાઉન્જ તથા વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ સાથેનું ફૂડ પ્લાઝા શામેલ છે. સુરક્ષા માટે સોંથી વધુ સુરક્ષા કર્મચારીઓ તથા CCTV કેમેરાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે, જેથી દરેક ગરબા રસિક નિર્ભયતાથી તહેવારનો આનંદ માણી શકે.
રીપોર્ટ બાય:અશ્વિન લીંબાચીયા, અમદાવાદ