માદક પદાર્થ ગાંજા સાથે એક ઈસમને પકડી પાડી એન.ડી.પી.એસ એક્ટ હેઠળ કાર્યવાહી કરતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ


હાલેમાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા માદક પદાર્થ સેવનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા અને પ્રવૃત્તિને સદંતર રીતે ડામવા અસરકારક તથા પરિણામ લક્ષી કામગીરી કરવા સારું સૂચના આપેલ હોય જે હોય એ પોલીસમહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.ડી.જાડેજા સાહેબ નાઓએ એનડીપીએસની પ્રવૃતિ કરનારા વિરુદ્ધ કડક અને કાયદેસર કાર્યવાહી કરવા સારું સુચના આપેલ હોય.
જે અનુસંધાને ગઈ તા.૨૯/૦૮/૨૦૨૫ ના રોજ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ અરવિંદભાઈ ધીરાભાઇ તથા પોલીસ કોન્સ લાલજીભાઇ લક્ષ્મણભાઇ તથા નવીનભાઈ લગધીરભાઇ નાઓને ભીડનાકા પાસે વાહન ચેકીંગમાં હતાં તે દરમ્યાન એક રીક્ષા ચાલકને રોકી તેની પુછપરછ કરતાં શંકાસ્પદ જણાતાં તેના પેન્ટના ખિસ્સામાંથી માદક પદાર્થ ગાંજાની પડીકીઓ મળી આવેલ હોય જેને તેની રીક્ષા સહીત હસ્તગત કરી પોલીસ સ્ટેશન લઈ આવી યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતાં મજકુર ઇસમે અન્ય ગાંજાનો જથ્થો પોતાના રહેણાંક મકાને રાખેલ હોવાની હકીકત જણાવતાં સરકારી પંચો તથા એફ.એસ.એલ.અધિ.શ્રી સાથે મજકુરના રહેણાંક મકાને રેઇડ કરતાં માદક પદાર્થ ગાંજો મળી આવતા
તેઓની વિરૂધ્ધ એન.ડી.પી.એસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ. ધ. એન.પી. વા. એક હેઠળ મા વાત કરવા GUJA 46รเฉย
ain@LICE
(૧) અદ્રેમાન ઉર્ફે અકરમ સુલેમાન વીરા ઉ.વ.૪૦ ધંધો.રીક્ષા ડ્રાઇવીંગ રહે.ભુતેશ્વર ફળીયુ ભુજ
:: અટક કરવા પર બાકી આરોપીઓના નામ-સરનામા ::
(૧) એક અજાણ્યો ઇસમ તથા તપાસમાં ખુલે તે.
:: કબ્જે કરવામાં આવેલ મુદામાલ :
માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૧૮૫ ગ્રામ કિ.રૂ.૧૮૫૦/-
મોબાઇલ નંગ ૦૧, કિ.રૂ.૫,૦૦૦/-
બજાજ કંપનીની પેસેન્જર રીક્ષા રજી નં.જીજે-૧૨-એક્સ-૯૧૭૩ કિ.રૂ.૫૦,૦૦૦/-
કુલ્લ કિ.રૂ- કિ.રૂ.૫૬,૮૫૦/-
:: દાખલ કરેલ ગુનાની વિગત ::
ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન બી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૩૨૫૧૧૦૯/૨૦૨૫ એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮(સી), ૨૦(બી)(૨)(એ), ૨૯ મુજબ
:: કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી ::
ઉપરોક્ત કામગીરી પોલીસ ઇન્સપેક્ટરશ્રી જે.કે.મોરી સાહેબનાઓ સાથે પો.સબ ઇન્સ એમ.એચ.પટેલ તથા પો.હેડ કોન્સ અરવિંદભાઈ ધીરાભાઈ તથા ભરતભાઇ કાનાજી તથા મુકેશકુમાર કાળુભાઇ તથા પો.કોન્સ લાલજીભાઈ લક્ષ્મણભાઈ તથા પ્રકાશભાઈ સવશીજી તથા નાનુભાઇ જીવાભાઇ તથા નવીનભાઇ લગધીરભાઇ તથા મહીલા પો.કોન્સ. જલીબેન મેઘાભાઇ તથા મહીલા પો.કોન્સ. પવનબેન સગરામભાઇ તથા ડ્રા.પો.કોન્સ ધીરજકુમાર કાનજીભાઇનાઓએ જોડાઇને સફળ કામગીરી કરેલ.