રૂ.૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, LCB


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારીશ્રી ઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.
તા.૨૪/૦૮/૨૦૨૫ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, ભાવનગર, કુંભારવાડા, મોતી તળાવ, વી.આઇ.પી ગ્રાઉન્ડના ડેલા પાસે સફેદ પીળા કલરનું અડધી બાંયનું ટી શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ પુરુષ શંકાસ્પદ હાલતમાં ઉભેલ છે. તેની પાસે રહેલ મોબાઇલ ફોન તેણે કયાંકથી ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા છે. જે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના મુદામાલ સાથે નીચે મુજબના માણસ હાજર મળી આવેલ. જે મુદ્દામાલ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય. જે શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબ્જે કરેલ. તેની પાસેથી મળી આવેલ મુદ્દામાલ અંગે તેની પુછપરછ કરતાં જણાવેલ કે,’’ આજથી ચારેક મહીના પહેલા રાત્રીના સમયે પોતે તથા સાદાબ બચ્ચા ઉર્ફે સાદાબ આલમ અફતાબ આલમ રહે.આઝાદ બસ્તી,પૂર્વ સિંહભુમી ઝારખંડ તથા અર્જુનસિંહ ઉર્ફે અર્જુનકુમાર કૈલાશસિંહ રહે.આદિત્યપુર કોલોની, જમશેદપુર, ઝારખંડવાળાએ હાદાનગર વિસ્તારમાં રેલ્વેના પુલ પાસેથી એક મકાનમાં સાદાબ અને અર્જુનસિંહે ચોરી કરેલ અને આ ચોરીમાં સોના,ચાંદીના દાગીના,મોબાઇલ ફોન,રોકડા રૂપિયા મળેલ.તેમાંથી પોતાના ભાગે એક મોબાઇલ ફોન અને રોકડા રૂપિયા વાપરવા મળેલ હોવાનું જણાવેલ.’’આ અંગે તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમઃ-
મકસુદ આલમ મહંમુદ આલમ ઉ.વ.૨૪ રહે.મુળ-ઘર નંબર-૨૬, રોડ નંબર-૦૨, તાજનગર કોપાલી જી.સરાઇકલા ઝારખંડ તથા ઘર નંબર-૧૫, ક્રોસ રોડ-૦૭, આઝાદનગર, જી.પુરબીસિંગ બુમ રાજય-ઝારખંડ
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
કાળા કલરનો લાવા કંપનીનો મોડલ નં.Z 81 તથા I.M.E.I NO.911636502197303/911636502827305 મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૫,૦૦૦/-નો મુદ્દામાલ
શોધી કાઢેલ ગુન્હોઃ-
બોરતળાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૬૨૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમઃ-૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી. સ્ટાફના ઘનશ્યામભાઇ ગોહિલ, સાગરભાઇ જોગદિયા, વિઠ્ઠલભાઇ બારૈયા, મહેન્દ્દભાઇ ચૌહાણ, સંજયભાઇ ચુડાસમા, અનિલભાઇ સોલંકી, હરપાલસિંહ ગોહિલ
રિપોર્ટર એજાજ શેખ ભાવનગર