રાપરમાં એક બંગલોમાંથી કોબ્રા મળી આવતા સ્થાનિકોમાં ભય

copy image

રાપરમાં એક બંગલોમાંથી આશરે ચાર ફૂટ જેટલો કોબ્રા મળી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વધુમાં પ્રાપ્ત થતી માહિતી મુજબ રાપર સિવિલ કોર્ટના વિકાસવાડી વિસ્તારમાં જજીસ બંગલા અને અન્ય સરકારી કર્મચારીઓના ક્વાર્ટર્સ આવેલા છે. આ કોલોનીમાં અનેક કર્મચારીઓ તેમના પરિવાર સાથે રહે છે. આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન જંગલી વનસ્પતિ મોટા પ્રમાણમાં ઊગી નીકળતા અનેક જીવજંતુઓ નીકળે છે. જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાય છે. જેથી નિયમિત સફાઈની લોક માંગ ઉઠી રહી છે.