અબડાસાના લૈયારી ગામમાં 23 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવ ત્યાગ્યો

copy image

અબડાસા ખાતે આવેલ લૈયારી ગામમાં 23 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે બપોરના અરસામાં અબડાસા તાલુકાના લૈયારી ગામમાં રહેનાર નૈના ઉર્ફે શાંતા કોલી નામની યુવતીએ જીવનની અંતિમ વાટ પકડી લીધી હતી. બપોરના અરસામાં હતભાગીએ લાકડાં-પાઈપની આડીમાં દોરી વડે ગળેફાંસો ખાઈ જીવ ત્યાગી દીધો હતો. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.