ભુજના જૂની ધાણેટી ગામનાં તળાવમાં ન્હાવા ગયેલ 19 વર્ષીય યુવાનનું ડૂબી જતાં મોત

copy image

ભુજના જૂની ધાણેટી ગામનાં તળાવમાં ન્હાવા ગયેલ 19 વર્ષીય યુવાનનું ડૂબી જવાથી મોત થયું છે. ભુજ તાલુકાના જૂની ધાણેટીમાં આવેલા મોગલ તળાવમાં ગત તા. 31/08 ના રોજ આ બનાવ બન્યો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ બપોરે ન્હાવા પડેલો ગામનો યુવક દેવા ઉર્ફે દેવરાજ ડાભી પાણીમાં ગરક થઈ જાવાથી રાત્રીના સમયે તેની લાશ મળી આવતા તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તજવીજ આરંભી છે.